દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માંગતા પાકિસ્તાનના પીએમને આવી રહી છે શરમ
નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે અને મદદ માટે દુનિયાના વિવિદ દેશો પાસેથી આશા રાખી રહ્યો છે. પાકિસ્તાનમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યાં છે. એટલું જ નહીં ઘઉંનો લોટ લેવા માટે લાંબી લાઈનોની સાથે પડાપડીના દ્રશ્યો સામે આવ્યાં હતા. દરમિયાન પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે જણાવ્યું હતું કે, એકપરમાણુ શક્તિથી સંપન્ન દેશ માટે પોતાની આર્થવ્યવસ્થાને બચાવવા માટે આવી રીતે ભીખ માંગવી પડે તે ખુબ શર્મનાક છે. શરીફે આ વાત પાકિસ્તાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની પાસિંગ આઉટ સેરેમનીમાં કહી હતી. તેમણે કહ્યું કે, દુનિયાના વિવિધ દેશ પાસે દેવુ માંગતા હવે શર્મ આવે છે.
એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, અસ્થિર રાજકિય વ્યવસ્થા નિર્ણયમાં અડચણરૂપ થાય છે. જેથી પોલીસીમેકર સહિતના મહાનુભાવો યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનમાં વિદેશુ મુદ્રા ભંડાર ઝડપથી ખાલી થઈ રહ્યો છે. જેથી સરકાર પાસે હવે બહુ વધારે સમય નથી. છ જાન્યુઆરીએ પાકિસ્તાનની સ્ટેટ બેંક પાસે વિદેશી મુદ્રા ભંડાર માત્ર 4.5 બિલયન ડોલર હતો. કોર્મશિયલ બેંક્સમાં વિદેશી ભંડાર 5.8 બિલિયન ડોલર છે. આમ દેશમાં કુલ વિદેશી મુદ્રા ભંડાર 10.18 બિલિયન અમેરિકી ડોલર છે.
પાકિસ્તાનમાં આર્થિક સ્થિતિ કથડવા પાછળ અનેક આર્થશાસ્ત્રીઓ ચીનને જવાબદાર માની રહ્યાં છે. ચીન પાસેથી મદદ લેનાર શ્રીલંકા બાદ પાકિસ્તાનપણ આર્થિક રીતે ધીમે-ધીમે ખતમ થઈ રહ્યું છે. તેમજ બંને દેશમાં પેટ્રોલ-ડીઝલ ઉપરાંત ખાદ્યચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યાં છે.