1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરના ભાલ પંથકના ગામડાંમાં તંત્રના પાપે છેલ્લા સાત દિવસથી પાણી મળ્યુ નથી
ભાવનગરના ભાલ પંથકના ગામડાંમાં તંત્રના પાપે છેલ્લા સાત દિવસથી પાણી મળ્યુ નથી

ભાવનગરના ભાલ પંથકના ગામડાંમાં તંત્રના પાપે છેલ્લા સાત દિવસથી પાણી મળ્યુ નથી

0
Social Share

ભાવનગરઃ ગોહિલવાડ વિસ્તારના ભાલ પંથકના ગામડાંઓને પાઈપલાઈનથી અપાતા પાણી પર જ આધાર રાખવો પડે છે, ત્યારે અનેક ગામોમાં હજી શિયાળાનો મધ્યમા છે, ત્યાં પાણીની તંગીની બૂમ ઉઠી છે. કાના તળાવ, મીઠાપર, રાજગઢ, ગણેશગઢ, સનેસ, માઢીયા, કાળા તળાવ સહિતના ગામોમાં અનિયમિત પાણી મળી રહ્યું છે. કેટલાક ગામોમાં તો છેલ્લા સાત દિવસથી પાણી આવ્યું નથી. આમાં અમુક ગામોમાં સરપંચોની મુદત પૂરી થતાં વહીવટદાર શાસન હોય વહીવટદારો કોઈ ધ્યાન આપતા નથી. પાણી પુરવઠા વિભાગની નિષ્ક્રિયતાને કારણે ગ્રામજનોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લાના વલ્લભીપુરથી માઢીયા ગામ સુધી  સાત કરોડ રૂપિયા ખર્ચે પાઈપ લાઈન નાખી હોવા છતાં ટેસ્ટિંગ થયા પહેલા લાઈનો ઠેર ઠેર લીકેજ થઈ ગઈ છે, પાણી પુરવઠા વિભાગના અંધેર વહિવટને લીધે ઉનાળા પહેલા જ ગ્રામજનો  પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પીવાના પાણીની અછતથી લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં તમામ ગામોમાંથી આગેવાનો ભેગા થઈ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાનું વિચારી રહ્યા છે. ચૂંટણી સમયે મસમોટા વાયદા કરનારા પ્રજાના પ્રતિનિધિઓ ક્યાંય દેખાતા નથી. જેને કારણે લોકો સ્વયંભૂ આંદોલનની સ્થિતિ ઊભી થઈ છે ગ્રામ પંચાયતની ચૂંટણી મોડી જતા સ્થાનિક ગામના આગેવાનોને પણ કોઈ રસ નથી ત્યારે લોકો માટે જાય તો જાયે કહા એવી સ્થિતિ છે કોંગ્રેસના આગેવાનો નિરાશામાંથી બહાર આવ્યા નથી ત્યારે પ્રજાને ધણી ધોરી વગરનું હોય તેવું લાગી રહ્યું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાલ વિસ્તારના ગામોને જુથ પાણી પુરવઠા યોજના હેઠળ પાણી પુરવઠો આપવામાં આવે છે. ત્યારે કાના તળાવ, મીઠાપર, રાજગઢ, ગણેશગઢ, સનેસ, માઢીયા, કાળા તળાવ સહિતના ગામોમાં અનિયમિત પાણી મળી રહ્યું છે. કેટલાક ગામોમાં તો છેલ્લા સાત દિવસથી પાણી આવ્યું નથી. (file photo)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code