1. Home
  2. ગુજરાતી
  3. અભિનેના અજય દેવગન અને તબ્બુની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘ભોલા’નું બીજુ ટિઝર આઉટ
અભિનેના અજય દેવગન અને તબ્બુની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘ભોલા’નું  બીજુ ટિઝર આઉટ

અભિનેના અજય દેવગન અને તબ્બુની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘ભોલા’નું બીજુ ટિઝર આઉટ

0
Social Share
  • અજય અને તબ્બુની ફઇલ્મ ભોલાનું ટિઝર રિલીઝ
  • દર્શકો આતુરતાથી આ ફિલ્મની જોઈ રહ્યા છે રાહ

દિલ્હીઃ- તાજેતરમાં જ અભિનેતા અજય દેવગન અને તબ્બુની ફિલ્મ દ્રશ્યમ 2 રિલીઝ થઈ જેણે બોક્સ ઓફીસ પર જોરદાર કમાણી કરી અને દર્શકોને આ ફિલ્મ ખૂબ પસંદ પણ આવી ત્યાર બાદ હવે અજય અને તબ્બુની ફિલ્મ ભોલા ચર્ચામાં છે દર્શકો આ ફિલ્મની હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે આજરોજ આ ફિલ્મનું  ટિઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

અજય દેવગણના ફેન્સ ફિલ્મ ‘ભોલા’ની રિલીઝને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.તેથી જ અજય દેવગણે પણ ધમાકેદાર અંદાજમાં ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી.આ ફિલ્મ 30 માર્ચે રિલીઝ થઈ રહી છે.

તબ્બુ પોલીસ ઓફિસર બની  અજય ગુંડાઓ સાથે લડતો જોવા મળે છે અને ફરી એકવાર ખતરનાક બાઇક સ્ટંટ કરતો જોવા મળે છે. ‘ભોલા’નું બીજું ટીઝર જોઈને તમને ચોક્કસ લાગશે કે આ ફિલ્મ ‘કૈથી’ કરતા અનેકગણી સારી બનવાની છે. તે કૈથીની રીમેક હોઈ શકે છે, પરંતુ તે સંપૂર્ણપણે અલગ શૈલીમાં  જોવા મળશે.

અજય અને તબ્બુની ઘણી રોમેન્ટિક ફિલ્મો જોઈ હશે, પરંતુ હવે તેઓ બંને ખતરનાક એક્શન અને સ્ટંટ કરતા જોવા મળે છે. ભોલાના પ્રથમ ટીઝરથી એ વાત તો સામે આવી હતી કે અજય ભોલા નામના વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યો છે, જે એક દોષિત કેદી છે અને હવે તે તેની પુત્રીને મળવા જઈ રહ્યો છે. પરંતુ આમાં તેમને અનેક અવરોધોનો સામનો કરવો પડે છે.

, ભોલાનું બીજું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. આમાં અજય દેવગનની સાથે તબ્બુની જોરદાર સ્ટાઈલ જોવા મળી રહી છે. ટીઝરની શરૂઆત અજયના ડાયલોગથી થાય છે – “જે પિતા 10 વર્ષમાં એક ઢીંગલી ન આપી શક્યા, તે એક રાતમાં દુનિયા આપવાનું વિચારી રહ્યા છે.” આ પછી  ફાઇટ સીન અને બાઇક સ્ટંટ સાથે એજયની એન્ટ્રી થાય છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code