1. Home
  2. ગુજરાતી
  3. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજથી અરુણાચલ પ્રદેશની 2 દિવસીય મુલાકાતે- રાજ્યના 37મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં લેશે ભાગ
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજથી અરુણાચલ પ્રદેશની 2 દિવસીય મુલાકાતે- રાજ્યના 37મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં લેશે ભાગ

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજથી અરુણાચલ પ્રદેશની 2 દિવસીય મુલાકાતે- રાજ્યના 37મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં લેશે ભાગ

0
Social Share
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી અરુણાચલ પ્રદેશની મુલાકાત
  • અરુણાચલ પ્રદેશના 37માં સ્થાપના દિવસે ભાગ લેશે

ઈટાનગરઃ- અરુણાચલ પ્રદેશ આજે તેના 37મા સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આજના આ ખાસ દિવસના પ્રસંગે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ કાર્યક્રમમાં ભાગ લેવા બે દિવસીએ અરુણાચલ પ્રદેશની મુલાકાતે પહોચી રહ્યા છે.દ્રૌપદી મુર્મુએ પણ આ બાબતે ટ્વિટર પર ટ્વિટ કરીને જાણકારી શેર કરી છે.

રાજધાની ઈટાહનગરના આઈજી પાર્ક ખાતે આ  રાજ્ય સમારોહ યોજાનાર. રાષ્ટ્રપતિ દૌપર્દી મુર્મુ આ કાર્યક્રમમાં હાજરી આપશે. જુલાઈ 2022માં રાષ્ટ્રપતિ બન્યા બાદ અરુણાચલ પ્રદેશની આ તેમની પ્રથમ મુલાકાત લેતા જોવા મળશે.

રાષ્ટ્રપતિ અરુણાચલ પ્રદેશના 37માં સ્થાપના દિવસે ભાગ લેશે. તે આજે ઇટાનગરમાં રાજ્ય સરકાર દ્વારા તેમના સન્માનમાં આયોજિત રિસેપ્શનમાં પણ હાજરી આપશે. આ સાથે જ મંગળવારના રોજ આવતીકાલે અરુણાચલ પ્રદેશ વિધાનસભાના વિશેષ સત્રને પણ સંબોધિત કરશે.

અરુણાચલ પ્રદેશ આજે તેનો 37મો રાજ્ય સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. તે બ્રિટિશ સંસ્થાનવાદી શાસન દરમિયાન અને 1972 સુધી NEFA- NEFA તરીકે જાણીતું હતું. તે 1972 માં કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું અને તેનું નામ અરુણાચલ પ્રદેશ રાખવામાં આવ્યું. 20 ફેબ્રુઆરી 1987ના રોજ, તેને અરુણાચલ પ્રદેશ અધિનિયમ 1986 હેઠળ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. અને તે ભારતનું 24મું રાજ્ય બન્યું
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code