
ઈતિહાસમાં આજનો દિવસ છે ખાસ – ગાંધીજીએ શરુ કરી હતી દાંદી યાત્રા, જાણો શા માટે દાંડી કૂચ કરવાની જરપુર પડી?
‘નમક સત્યાગ્રહ’ નામથી જાણીતી દાંડી યાત્રા એટલે આજનો દિવસ યાદ કરવો રહ્યો ગાંધીજીએ રોલેટ એક્ટના વિરોધમાં 1919માં અસહયોગ આંદોલન કર્યું હતું. ત્યાર બાદ થયેલી હિંસાથી વ્યથિત બનીને ગાંધીજીએ આંદોલન બંધ કરી દીધું હતું. પરંતુ સવિનય કાનૂન ભંગની લડતના ભાગ રૂપે ગાંધીજીએ 12 માર્ચ, 1930ના રોજ માત્ર 78 સ્વયંસેવકો સાથે અમદાવાદના ઐતિહાસિક સાબરમતી આશ્રમથી ‘દાંડી યાત્રા’નો પ્રારંભ કર્યો હતો.
મહાત્મા ગાંધીએ કેટલાક અહિંસક આંદોલન કર્યા હતા. જેમાંથી એક છે દાંડી કૂચ જે માર્ચ-એપ્રિલ 1930માં યોજાઈ હતી. આ દાંડી કૂચ 80 જેટલા લોકો સાથે શરૂ થઈ હતી અને ત્યારબાદ 50 હજાર જેટલા લોકો આ 390 કિલોમીટરની લાંબી કૂચમાં જોડાયા હતા. 26 જાન્યુઆરી 1930ના રોજ નક્કી કરવામાં આવ્યું હતું કે CIVIL DISOBEDIENCE એટલે કે તે સમયની સરકારને અસહકાર આપવાથી જ પૂર્ણ સ્વરાજ મળશે. મહાત્મા ગાંધીએ નક્કી કર્યું કે જો મીઠા પરના કરને એટલે કે ટેક્સને હટાવવા માટે અહિંસક લડાઈની જરૂર છે. અને તેમણે હિંસા વિના આ લડાઈનો આરંભ કર્યો.
પરંતુ 6 એપ્રિલ, 1930ના રોજ ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે એક મુઠ્ઠી મીઠું પોતાના હાથમાં ઉઠાવ્યું, તેની સાથે જ ભારતીયોના કરોડો હાથમાં વિશ્વાસ આવી ગયો કે પોતાના હક માટે તેઓ બ્રિટિશ કાયદા સામે અહિંસક રીતે લડત આપી શકે છે.6 એપ્રિલ, 1930 પહેલા નમક સત્યાગ્રહના આંદોલનને મજાક તરીકે લેવામાં આવતું તત્કાલિન બ્રિટિશ સરકારે તેની સાથે સંલગ્ન તમામ નેતાઓની ધરપકડ કરી હતી. જો કે તે એક જનઆંદોલન બની ચુક્યું મીઠાના કાયદાના ભંગ સાથે જ આખા દેશમાં સવિનય કાનૂન ભંગના આંદોલનનો પ્રારંભ થઈ ગયો હતો.
ગાંધીજીએ ઉંચી જાતિના લોકોને સંબોધિત કરતાં કહ્યું હતું કે જો તમારે સ્વરાજની તરફેણમાં અવાજ ઉઠાવવો છે, તો તમારે અછૂતોની સેવા કરવી પડશે. માત્ર નમક કર અથવા અન્ય કરોના ખાત્માથી સ્વરાજ મળવાનું નથી. સ્વરાજ માટે તમારે પોતાની ભૂલોનું પ્રાયશ્ચિત કરવું પડે જે તમે અછૂતો સાથે કરી છે. સ્વરાજ માટે હિંદુ, મુસ્લિમ, પારસી અને શીખ, સૌએ એકજૂટ થવું પડશે.
1882ના SALT ACT સુધી ભારતમાં લોકો દરિયાના ખારા પાણીથી મફતમાં મીઠું પકવતા હતા. પરંતુ, SALT ACTના કાયદા બાદ સ્થિતિ બદલાઈ હતી કેમ કે મીઠું પકાવવા માટે તે સમયે કોઈપણ વ્યક્તિએ બ્રિટીશ સરકારને 8.2 ટકા કર ચુકવવો પડતો હતો.મીઠું મોટા પ્રમાણમાં ઈંગ્લેન્ડથી આયાત કરાતું હતું. જેના કારણે મીઠા પર આયાતનો કર લોકોએ ચુકવવો પડતો હતો.ઓ કર નાબૂદ માટે ગાંઘીજીએ દાંડી કૂચ કરી હતી જેમાં તેઓ સફળ પણ રહ્યા હતા.
ધીજીએ કહ્યું હતું કે, 12 માર્ચ 1930ના રોજ તેઓ અમુક લોકો સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી મીઠાના કાયદાને તોડવા માટે એક કૂચ કાઢી રહ્યા છે. ત્યારબાદ, નક્કી કરેલા દિવસે જ એટલે કે 12 માર્ચ 1930ના રોજ તેમણે 80 જેટલા લોકો સાથે દાંડી કૂચનો પ્રારંભ કર્યો હતો. દાંડી કૂચનો રૂટ 385 કિલોમીટરનો હતો જે ગુજરાતના અનેકો ગામડાઓમાંથી પસાર થઈ હતી અને નવસારીના દાંડી દરિયા કાંઠે આ કૂચ પૂરી થઈ હતી
. જેમ જેમ દાંડી કૂચ વધી તેમ તેમ ગાંધીજી સાથે લોકો જોડાતા ગયા. અને અંતે 5મી એપ્રિલના 1930ના રોજ દાંડી પહોંચ્યા હતા. અને 6ઠ્ઠી એપ્રિલના રોજ તેમણે વહેલી સવારે દાંડીના દરિયામાં સ્નાન કરી અને ત્યારબાદ મીઠું પકવ્યું હતું. જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.