1. Home
  2. ગુજરાતી
  3. મહિન્દ્રા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન કેશબ મહિન્દ્રાનું 99 વર્ષની વયે નિધન
મહિન્દ્રા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન કેશબ મહિન્દ્રાનું 99 વર્ષની વયે નિધન

મહિન્દ્રા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન કેશબ મહિન્દ્રાનું 99 વર્ષની વયે નિધન

0
Social Share

દિલ્હીઃ- મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના પૂર્વ ચેરમેન અને દેશના સૌથી વૃદ્ધ અબજોપતિ ગણાતા એવા કેશવ મહિન્દ્રાએ આજરોજ બુધવારે 99 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ 1962 થી 2012 સુધી 48 વર્ષ સુધી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન રહ્યા હતા. તાજેતરમાં તેમના ભાઈના મોટા પુત્ર આનંદ મહિન્દ્રા આ પોસ્ટ પર ફપરજ બજાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે  તાજેતરમાં જ, ફોર્બ્સે તેમને $1.2 બિલિયનની નેટવર્થ સાથે ભારતના સૌથી વૃદ્ધ અબજોપતિ તરીકે તેમને સ્થઆન આપ્યું હતુ 99 વર્ષીય કેશબ મહિન્દ્રાએ આ વર્ષે ફોર્બ્સ મેગેઝિનની અબજોપતિઓની યાદીમાં અને ભારતના 16 નવા અબજપતિઓમાં સ્થાન બનાવીને વિશ્વભરના લોકોને આશ્ચર્યચકિત કર્યા છે.

કોણ હતા કેશબ મહિન્દ્રા?

કેશબ મહિન્દ્રા પેન્સિલવેનિયાની વોર્ટન યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1947માં પ્રતિષ્ઠિત વિલીસ જીપ્સનું ઉત્પાદન કરી રહી હતી ત્યારે તેણે તેના પિતાની કંપની માટે કામ કરવાનું શરૂ કર્યું, વર્ષ 2004 થી 2010 સુધી વેપાર અને ઉદ્યોગ પર વડા પ્રધાનની પરિષદના સભ્ય પણ હતા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન તરીકે  વર્ષ 1963 થી 48 વર્ષ સુધી આગેવાની કર્યા પછી, તેઓ 2012માં નિવૃત્ત થયા અને તેમના અનુગામી તરીકે તેમના ભત્રીજા આનંદ મહિન્દ્રાને કાર્યભાર સોંપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કેશબ મહિન્દ્રાને ઘણી સરકારી સમિતિઓમાં પણ સામેલ કરવામાં આવ્યા હતા. સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રી એડવાઈઝરી કાઉન્સિલ સહિત ઘણી કમિટીઓ આમાં સામેલ હતી. કેશબ મહિન્દ્રાએ SAIL, TATA CHEMICALS, TATA CHEMICALS, Indian Hotels, IFC અને ICICI સહિત ઘણી મોટી કંપનીઓના બોર્ડ અને કાઉન્સિલમાં પણ તેમણે જવાબદારી નિભાવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code