ભારતીય રેલ્વે પરિવહન દિવસ – ભારતના ઈતિહાસમાં આજના દિવસે પ્રથન ટ્રેન દોડાવામાં આવી હતી, જાણો આ દિવસનો ઈતિહાસ અને મહત્વ
- આજે ભારતીય રેલ્વે પરિવાહન દિવલસ
 - આજે પ્રથમ ટ્રેન મુંબઈથી થાણે વચ્ચે શરુ કરવામાં આવી હતી
 
દિલ્હીઃ- આજે આપણે સરળશતાથી ક્યા લોંગ ટૂર પર કે યાત્રા પર જવું હોય એટલે ટ્રેનની ટિકિટ કરાવી લઈએ છીએ સસ્તી અને આરામદાયક યાત્રા એટલે ટ્રેનની યાત્રા પણ શું તમે જાણો છે કે ભારતમાં પહેલી વાર ટ્રેન કયા શહેરમાં દોડાવવામાં આવી અને તેનો હતુ શું હતો. તો આપણે ભારતના નાગરિક હોવાને લીઘે આ બાબત જાણવી જરુરી બને છે કે 16 એપ્રિલના રોજ ભારતીય રેલ્વે પરિવહન દિવસ મનાવવામાં આવી છે,તો ચાલો જાણીએ શા માટે અને તેનો હેતું તથા મહત્વ શું છે.
16 એપ્રિલ ભારતીય રેલવેના ઈતિહાસનો સૌથી ખાસ દિવસ છે દેશમાં રેલ્વે આજના દિવસે તેની 170મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. કારણ કે 16 એપ્રિલ 1853, દેશમાં પ્રથમ વખત ટ્રેન દોડવામાં આવી હતી.આ ટ્રેન મુંબઈના તત્કાલિન ગવર્નર જ્હોન એલ્ફિન્સ્ટને બોરી બંદર રેલ્વે સ્ટેશનથી લીલી ઝંડી બતાવીને દેશમાં પ્રથમ વખત રેલ સેવાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ખાસ અવસરે ટ્રેનને 21 તોપોની સલામી સાથે લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી.
ભારતના રેલ્વે ઈતિહાસ 170 વર્ષ જૂનો
170 વર્ષ પહેલા ભારતમાં રેલની શરૂઆત થી હતી. 16 એપ્રિલ 1853ના રોજ દેશની પ્રથમ ટ્રેન કેવી રીતે રવાના થઈ, આ દિવસે બોરી બંદર રેલ્વે સ્ટેશન પર ઘણી હિલચાલ હતી. ભારતમાં શરૂ થનારી ટ્રેનની સફરને જોવા માટે પહેલીવાર ભારે ભીડ પહોંચી હતી.
સમય હચો અંદાજે બપોરે 3.30 વાગ્યાનો કે જ્યારે, દેશની પ્રથમ ટ્રેન તાળીઓના ગડગડાટ અને 21 તોપોની સલામી સાથે રવાના થઈ. આ ટ્રેનને 34 કિમીનું અંતર કાપતા સવા કલાકનો સમય લાગ્યો હતો અને તેમાં 400 અંગ્રેજ મુસાફરો સવાર હતા. આ ટ્રેનનું નામ ડેક્કન ક્વીન હતું તેમાં 3 એન્જિન અને 14 કોચ હતા. 14 કોચવાળી આ ટ્રેન હતી.દેશમાં 1853માં પહેલીવાર મુંબઇથી થાણા વચ્ચે પેસેન્જર ટ્રેન ડેક્કન ક્વીન દોડાવવામાં આવી હતી. આજે રેલવને ભારતની જીવાદોરી પણ કહેવામાં આવે છે અને વિશ્વનું સૌથી મોટુ રેલવે નેટવર્ક ધરાવતો દેશ બની ચૂક્યો છે.
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

