1. Home
  2. ગુજરાતી
  3. રણવીર સિંહ-આલિયા ભટ્ટની ફિલ્મ ‘રોકી ઓર રાની કી પ્રેમ કહાનિ’નું માત્ર 3 દિવસમાં બોક્સ ઓફીસ પર શાનદાર પ્રદર્શન
રણવીર સિંહ-આલિયા ભટ્ટની ફિલ્મ ‘રોકી ઓર રાની કી પ્રેમ કહાનિ’નું માત્ર 3 દિવસમાં બોક્સ ઓફીસ પર શાનદાર પ્રદર્શન

રણવીર સિંહ-આલિયા ભટ્ટની ફિલ્મ ‘રોકી ઓર રાની કી પ્રેમ કહાનિ’નું માત્ર 3 દિવસમાં બોક્સ ઓફીસ પર શાનદાર પ્રદર્શન

0
Social Share

મુંબઈઃ- રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાનિ શુક્રવારના રોજ સિનેમાઘરોમાં રિલ્ઝી કરવામાં આવી હતી આ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં શાનદારક કમાણી કરી લીધી છે. આ ફિલ્મ થકી ફિલ્મ મેકર કરમ જોહર લાંબા સમય બાદ બોલિવૂડમાં વાપસી કરી છે.

ફિલ્મે શરૂઆતના દિવસે ધીમી ગતિએ શરૂઆત કરી હતી, પરંતુ સપ્તાહના અંતે સારી કમાણી કરવામાં સફળ રહી હતી. રોકી અને રાનીને ફેન્સનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મની કમાણીએ વિદેશમાં પણ તેજી પકડી અને અદ્ભુત આંકડા પ્રાપ્ત કર્યા છે

આ ફિલ્મના પ્રથમ 2 દિવસમાં બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો અને ભારતમાં 27.15 કરોડની કમાણી કરી હતી. બીજી તરફ, ત્રીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન શાનદાર નોંધાયું  છે. રોકી અને રાની કી પ્રેમ કહાનિએ ત્રીજા દિવસે ભારતમાં 19.00 કરોડની કમાણી કરી હતી.

આ ફિલ્મ વિદેશમાં પણ ઘણી પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મે વિદેશમાં 5 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મનું કુલ કલેક્શન 3 દિવસમાં 50 કરોડને પાર કરી ગયું છે. માત્ર ભારતની વાત કરીએ તો ફિલ્મે 3 દિવસમાં 46 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. ત્યારે હવે થોડા જ દિવસોમાં ફિલ્મ હજી વઘુ કમાણી કરી સકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સિવાય ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન પણ મહત્વના રોલમાં જોવા મળશે. સાથે જ આ ફિલ્મને દેશભરમાં 3200 થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. રોકી અને રાની કી પ્રેમ કહાનિ આલિયા ભટ્ટ અને રણવીર સિંહની અદ્ભુત કેમેસ્ટ્રી ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મથી કરણ જોહર લાંબા સમય બાદ દિગ્દર્શનમાં પરત ફર્યો છે અને ફરી એકવાર તેનો જાદુ ચાહકોના દિલ પર છવાઈ ગયો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code