Homeગુજરાતીઆ દેશ માટે મેટાનો મહત્વનો નિર્ણય - હવે અહીંના લોકો ફેસબૂક...

આ દેશ માટે મેટાનો મહત્વનો નિર્ણય – હવે અહીંના લોકો ફેસબૂક પર નહી વાંચી શકે કોઈપણ પ્રકારના સમાચાર

દિલ્હીઃ- ફેસબૂકને લઈને અનેક સમાચારો પ્રકાશિત થતા હોય છે ત્યારે હવે મેટાએ એક દેશ માંં ફેસબૂક પર સમાચારો બ્લોક કર્યા છએ એટલે કે હવે અહીંના લોકો ફેસબૂક પર કોઈ પમ પ્રકારના સમાચાર વાંચી કે જોઈ શકશે નહી.

પ્રાપ્ત વિગત પ્રમાણે મેટાએ પોતાની સોશિયલ મીડિયા સાઈટ્સ ફેસબૂક ,ઈન્સ્ટાગ્રામ પર હવે સમાચાર બ્લોક કરવાનું શરુ કર્યું છે.આ સંદર્ભે હવે મેટાએ કેનેડામાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર સમાચારને બ્લોક કરવાનું શરૂ કર્યું છે. મેટાએ કાયદાના વિરોધમાં આ નિર્ણય લીધો છે

આ જણાવવામાં આવે લા નિર્ણમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા કંપનીઓએ સમાચારના બદલામાં સમાચાર પ્રકાશકોને પૈસા ચૂકવવા પડશે. નવો નિયમ ફેસબુક, ગૂગલ અને ટ્વિટર સહિત તમામ સોશિયલ મીડિયા કંપનીઓ પર લાગુ કરવામાં આવશે .આ સાથે જ ગૂગલે પણ પ્રકારની ચેતવણી જારી કરી છે.એટલે કે હવેથી ઓસ્ટ્રેલિયાના તર્જ પર  કેનેડાએ ઓનલાઈન ન્યૂઝ એક્ટ રજૂ કર્યો છે.

કેનેડામાં રજૂ કરવામાં એવલા નવા નિયમનો હેતુ કેનેડિયન મીડિયાને ટેકો આપવાનો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડામાં ઘણા મીડિયા હાઉસ બંધ થયા છે અને ઘણાને લાખો ડોલરનું નુકસાન પણ થયું છે. નવા કાયદા પ્રમાણે સોશિયલ મીડિયા કંપનીઓએ મીડિયા હાઉસ સાથે ભાગીદારી કરવાની ફરજ પડશે આ સાથે જ  સમાચારના બદલામાં પૈસા  પણ ચૂકવવા પડશે.

નવા કાયદા હેઠળ ડિજિટલ પ્લેટફોર્મ પરથી દર વર્ષે લગભગ   2,719  કરોડ રુપિયા મેળવી શકે છે. મેટાનું  કહવું  છે કે મીડિયા હાઉસને તેના પ્લેટફોર્મ પર સમાચાર શેર કરવાથી ફાયદો થાય છે. તેમને નવા વાચકો પણ મળે છે અને તેમના સમાચાર વૈશ્વિક સ્તરે પહોંચે છે. તેથી વધારાના પૈસા ચૂકવવાનો કોઈ અર્થ  રહેતો નથી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular