1. Home
  2. ગુજરાતી
  3. હોલિવૂડની મહિલા નિર્દેશકે બનાવેલી ફિલ્મ બાર્બીએ વિશ્વભરમાં એક અબજ ડોલરથી પણ વઘુની કરી કમાણી
હોલિવૂડની મહિલા નિર્દેશકે બનાવેલી ફિલ્મ બાર્બીએ વિશ્વભરમાં એક અબજ ડોલરથી પણ વઘુની કરી કમાણી

હોલિવૂડની મહિલા નિર્દેશકે બનાવેલી ફિલ્મ બાર્બીએ વિશ્વભરમાં એક અબજ ડોલરથી પણ વઘુની કરી કમાણી

0
Social Share

મુંબઈઃ-  હોલિવૂડ ફિલ્મ બાર્બી માટે ધમાકેદાર કમાણી કરવાની સફર ચાલુ છે, માત્ર ત્રણ અઠવાડિયામાં જ ફિલ્મે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.ગ્રેટા ગેર્વિગ દ્વારા નિર્દેશિત એક્શન ડ્રામા ફિલ્મ બાર્બી બોક્સ ઓફિસ પર રિલીઝના આટલા દિવસો બાદ પણ ઘમાલ મચાવી રહી છે.

ભારતમાં આ ફિલ્મની કમાણી પણ જોરદાર નોંધાઈ  છે. માર્ગેટ રોબી અને રેયાન ગોસલિંગ દ્વારા અભિનીત આ ફિલ્મે ભારતમાં અત્યાર સુધીમાં કરોડો રુપિાયની કમાણી કરી છે. કમાણીની બાબતમાં બાર્બીએ પહેલા દિવસથી જ ઝડપી ગતિ પકડી હતી.

આ ફિલ્મને દર્શકો દ્વારા મોટા પડદા પર લેવામાં આવી હતી. અને, હવે આ  બાર્બી ફિલ્મની મહિલા દિગ્દર્શકના નામે એક મોટો ઈતિહાસ નોંધાવ્યો છે. જેની કદાચ પોતે ફિલ્મ નિર્માતા વોર્નર બ્રધર્સ દ્વારા અપેક્ષા પણ ન હતી. બાર્બીની કમાણીનો આંકડો લાખો અને કરોડોને પાર કરી ગયો છે. રિલીઝ થયા બાદ બાર્બીએ એક અબજ ડોલરની કમાણી કરીને જબરદસ્ત રેકોર્ડ બનાવ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code