અમેરિકા એ ભારતને આપ્યો ઝટકો , 26/11 હુમલાના આરોપી રાણાના ભારત પ્રત્યાર્પણ પર પ્રતિબંધ મૂક્યો
દિલ્હીઃ- અમેરિકાની કોર્ટે ભારતને મોટો ઝટકો આપ્યો છે. ભારકમાં 26 -11 નો જે હુમલો થયો હતો તેના આરોપીને લઈને અમેરિકાએ ભારતને ફટકો આપ્યો છે. જે ભારત માટે એક ખરાબ સમાચાર છે. 26/11ના મુંબઈ આતંકી હુમલાના આરોપી પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાના ભારતને પ્રત્યાર્પણ પર રોક લગાવી દેવામાં આવી છે.
અમેરિકાની એક અદાલતે બિડેન વહીવટીતંત્રની અપીલને ફગાવીને આ આદેશ આપ્યો છે. જાણકારી અનુસાર અમેરિકાની કોર્ટે દેશના રાષ્ટ્રપતિ જો બિડેનના વહીવટીતંત્રની અપીલને ફગાવીને પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણ પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે રાણા 2008ના મુંબઈ આતંકી હુમલામાં તેની સંડોવણી બદલ ભારતમાં ટ્રાયલનો સામનો કરી રહ્યો છે. 62 વર્ષીય રાણાએ કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટમાં યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશ સામે નવમી સર્કિટ કોર્ટ ઑફ અપીલ્સમાં અપીલ કરી છે, જેણે હેબિયસ કોર્પસ રિટ પિટિશનને ફગાવી દીધી હતી.
યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ફોર સેન્ટ્રલ કેલિફોર્નિયાના જજ ડેલ એસ. ફિશરે તેમના તાજેતરના આદેશમાં જણાવ્યું હતું કે રાણાના પ્રત્યાર્પણ પર સ્ટે માંગતી તેમની “એક્સપાર્ટી અરજી” મંજૂર કરી છે. 2 ઓગસ્ટના રોજ, અમેરિકન શહેર કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના યુનાઇટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ જજ ડેલ એસ. ફિશરે રાણાની હેબિયસ કોર્પસ રિટ પિટિશનને ફગાવી દીધી હતી. આ આદેશ સામે તેણે નવમી સર્કિટ કોર્ટમાં અપીલ કરી હતી કે સુનાવણી સુધી તેને ભારતને સોંપવામાં ન આવે.
આ અંગે જિલ્લા ન્યાયાધીશ ડેલ એસ. ફિશરે 18 ઓગસ્ટના રોજ નવો ઓર્ડર જારી કર્યો હતો. તેમણે કહ્યું કે રાણાના પ્રત્યાર્પણ પર સ્ટે માંગતી એક્સ-પાર્ટી અરજીને મંજૂરી છે. તેમણે સરકારની ભલામણોને પણ ફગાવી દીધી હતી કે રાણાના પ્રત્યાર્પણ પર કોઈ સ્ટે ન હોવો જોઈએ. ન્યાયાધીશે કહ્યું કે રાણાના ભારત પ્રત્યાર્પણ પર નવમી સર્કિટ કોર્ટ સમક્ષની તેની અપીલની પૂર્ણાહુતિ બાકી છે.
ઉલ્લેખનીય છે કે 26 નવેમ્બર 2008 ના રોજ મુંબઈમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં તેની ભૂમિકા માટે ભારતે તેના પ્રત્યાર્પણની વિનંતી કર્યા પછી રાણાની યુએસમાં ધરપકડ કરવામાં આવી હતી. ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી2008માં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા 26/11ના હુમલામાં રાણાની ભૂમિકાની તપાસ કરી રહી છે. NIAએ કહ્યું કે તે રાણાને ભારત પરત લાવવા માટે રાજદ્વારી માધ્યમો દ્વારા કાર્યવાહી શરૂ કરવા તૈયાર છે