1. Home
  2. ગુજરાતી
  3. ખાલિસ્તાન સમર્થકોએ ફરી હિંદુ મંદિરને બનાવ્યું નિશાન,તોડફોડ બાદ દિવાલો પર લખ્યા ભારત વિરોધી સૂત્રોચ્ચાર
ખાલિસ્તાન સમર્થકોએ ફરી હિંદુ મંદિરને બનાવ્યું નિશાન,તોડફોડ બાદ દિવાલો પર લખ્યા ભારત વિરોધી સૂત્રોચ્ચાર

ખાલિસ્તાન સમર્થકોએ ફરી હિંદુ મંદિરને બનાવ્યું નિશાન,તોડફોડ બાદ દિવાલો પર લખ્યા ભારત વિરોધી સૂત્રોચ્ચાર

0
Social Share
  • અમેરિકામાં ખાલિસ્તાનીઓનું શરમજનક કૃત્ય
  • હિન્દુ મંદિર પર હુમલો; દિવાલો પર લખ્યા સૂત્રો
  • પોલીસે આ ઘટનાની નોંધ લઈ તપાસ શરૂ કરી 

દિલ્હી:અમેરિકાના કેલિફોર્નિયાના નેવાર્કમાં ખાલિસ્તાની કટ્ટરપંથીઓનું વધુ એક શરમજનક કૃત્ય પ્રકાશમાં આવ્યું છે. અહીં કેટલાક તોફાની તત્વોએ મંદિરમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં આ લોકોએ મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખ્યા હતા. કેલિફોર્નિયા પોલીસે આ ઘટનાની નોંધ લીધી છે અને મામલાની તપાસ શરૂ કરી છે.

અહેવાલ છે કે જે મંદિર પર ખાલિસ્તાન સમર્થકોએ હુમલો કર્યો હતો તે વોશિંગ્ટન ડીસીથી 100 કિમી દૂર સ્થિત છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આ મંદિરની દિવાલો પર ખાલિસ્તાન તરફી નારા લખેલા છે. એટલું જ નહીં મંદિરના બોર્ડ પર ભારત વિરોધી પેઇન્ટિંગ પણ કરવામાં આવ્યું છે. હિંદુ-અમેરિકન સંસ્થાએ આ ઘટનાને હેટ ક્રાઈમ ગણાવી તપાસની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર અમેરિકા અને કેનેડામાં સક્રિય કેટલાક ખાલિસ્તાન સમર્થક સંગઠનો સતત હિંદુ મંદિરોમાં તોડફોડની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ખાસ કરીને કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં આ વર્ષે ઓગસ્ટમાં સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું.મંદિરના ગેટ પર ખાલિસ્તાન રેફરન્ડમના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જેના પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની તસવીર પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે ‘કેનેડા 18 જૂનની હત્યાની ઘટનામાં ભારતની ભૂમિકાની તપાસ કરી રહ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code