પૂજા કે હવન કરતી વખતે આ દિશામાં મોઢું રાખજો,આ છે કારણ
આપણા ધર્મમાં દરેક કાર્યની માહિતી અને તેનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. આવામાં જો વાત કરવામાં આવે પૂજા કે હવનની તો તેનું પણ પાલન કે વિધી કેવી રીતે થવી જોઈએ તેના વિશે પણ જાણકારી આપવામાં આવી છે.
હવનમાં અક્ષતનો ઉપયોગ પણ જરૂરી માનવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે હવનમાં અક્ષત ત્રણ વખત દેવતાઓને અને એક વાર પિતૃઓને અર્પણ કરવામાં આવે છે. ઘીનો દીવો દેવતાઓની ડાબી બાજુ અથવા તમારી જમણી બાજુ રાખો.
હવન કુંડમાં અગ્નિ પ્રગટાવવા માટે લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે આમાં સામાન્ય લાકડાનો જ ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય તમે ચંદન અથવા ઢાંક, પીપળના લાકડાનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ લાકડું સ્વચ્છ હોવું જોઈએ અને તેમાં ઉધઈ કે જીવાતનો ઉપદ્રવ ન હોવો જોઈએ અને હવનમાં સડેલા લાકડાનો ઉપયોગ ન કરવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે આ લેખમાં આપવામાં આવેલી માહિતીને માત્ર જાણકારી અને માન્યતાને આધારે તૈયાર કરવામાં આવી છે. લોકોની આસ્થા અને શ્રદ્ધાને ધ્યાનું માન રાખવામાં આવે છે. અને તેથી આ વાતને લઈને કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.