
ઈઝરાયલ-હમાસ યુદ્ધ રોકવામાં મુસ્લિમ દેશો નિષ્ફળ, PM મોદી જ તમામને આશાઃ ઈમામ બુખારી
નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હમાસના આતંકવાદીઓએ કરેલા હુમલામાં 1200 ઈઝરાયીલી નાગરિકોના મોત થયાં હતા. હમાસના આતંકવાદીઓએ આચરેલી બ્રબરતાની ભારત સહિતના દેશોએ નિંદા કરી હતી. હમાસના આ કૃત્યને પગલે ઈઝરાયલની સેનાએ તેને તેની ભાષામાં જ જવાબ આપવાનો નિર્ણય કર્યો હતો. ઈઝરાય અને હમાસ વચ્ચે 3 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં હમાસના અનેત આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. જ્યારે 20 હજારથી વધારે લોકોના મોત થયાં છે. દરમિયાન દિલ્હીની જામા મસ્જિદ શાહિ ઈમામ સૈયદ અહમદ બુખારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુદ્ધ ખતમ કરવા માટે મદદની અપીલ કરી છે. તેને કહ્યું છે કે મુસ્લિમ દેશો આ મામલે સદંતર નિષ્ફળ રહ્યાં છે.
ગાજામાં ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા પીએમ મોદીને ઈઝરાયલ પર રાજદ્વારી દબાણ લાવવાની વિનંતી કરતા બુખારીએ કહ્યું હતુ કે મુસ્લિમ જગત ઈઝરાયલ- પેલેસ્ટાઈન સંઘર્ષમાં પોતાની જવાબદારીઓ નિભાવી ના શક્યું. તેમણે કહ્યું કે યુદ્ધના કારણે 21 હજાર 300 થી વધારે પેલસ્ટાઈનના મોત થયા છે અને માનવીય સંકટ ઉભું થયું છે.
મીડિયા રીપોર્ટ મુજબ, બુખારીએ કહ્યું કે પેલેસ્ટાઈનનો મામલો એવા સ્તર પર પહોંચી ગયોં છે જ્યાં “બે-રાષ્ટ્ર સિદ્ધાંત”ના આધાર પર સંયુક્ત રાષ્ટ્ર, અરબ લીગ અને ખાડી સહયોગ પરિષદના સબંધિત ઠરાવના અનુરૂપે તેના તાત્કાલિક અને કાયમી સમાધાન શોધવું જોઈએ.
બુખારીએ આ મુદ્દાને ઉકેલવા માટે નિષ્ફળ રહેવા માટે વિશ્વભરના મુસ્લિમ દેશોને જવાબદાર ઠેરવ્યા હતા. તેને કહ્યું, મુસ્લિમ જગત આ બાબતે પોતાની જવાબદારીઓ નિભાવવામાં સક્ષમ નથી. મુસ્લિમ જગતને જે કરવાનું હોય તે નથી કરી રહ્યું અને આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે બુખારીએ કહ્યું, મને આશા છે કે મારા દેશના વડા પ્રધાન(નરેન્દ્ર મોદી) ઈઝરાઈલના વડા પ્રધાન(બેન્જામિન નેતન્યહૂ) ના સાથે તેમના અંગત સબંધો દ્વારા યુદ્ધ ખતમ કરવા અને મામલાનો ઉકેલ લાવા માટે કૂટનીતિ દબાણ લાવશે