
BSE અને NSE ઉછાળા સાથે ખુલ્યું, ITસ્ટોક્સમાં જોરદાર વધારો જોવા મળ્યો
નવી દિલ્હીઃ આઈટી સ્ટોક્સની આગેવાનીમાં આજે શેર બજારમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો. બીએસઈ સેંસેક્સ 426 પોઈન્ટના વધારા સાથે 72148ના સ્તર સાથે ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના પ્રમુખ સંવેદી સુચકાંક નિફ્ટી 126 પોઈન્ટ વધીને 21773ના લેવલ ઉપર પહોંચ્યો હતો. સેંસેક્સ-નિફ્ટી ઉપર આજે બે મુખ્ય આઈટી કંપની ટીસીએસ અને ઈન્ફોસિસના ત્રિમાસીક પરિણામની અસર જોવા મળે છે. બંને સ્ટોક્સ ઉપર રોકાણકારોની નજર મંડાયેલી છે.
પ્રારંભિક વ્યવસાયમાં સેંસેક્સ 608 પોઈન્ટનો વધારા સાથે 72329ના સ્તર ઉપર પહોંચ્યો હતો. નિફ્ટી 163 પોઈન્ટનો વધારા સાથે 21811 ઉપર પહોંચ્યો હતો. નિફ્ટી ટોર ગેનરમાં ઈન્ફોસિસમાં 7.54 પોઈન્ટના વધારા સાથે 1606.80 રુપિયા ઉપર પહોંચ્યો હતો. વિપ્રોમાં 4.46 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ટેક મહેન્દ્રામાં 4.45 અને ટીસીએસમાં 4 ટકાનો વધારો જોવા મળ્યો હતો. એલટીઆઈએમમાં 3.54 ટકાનો વધારો જોવા મળ્યો હતો. સવારે માર્કેટ ખુલ્યું ત્યારે સેંસેક્સમાં ઈન્ફોસિસમાં ચાર ટકાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે ટીસીએસના શેરમાં 2.80 ટકાના વધારા સાથે 3841ના સ્તર પર પહોંચ્યો હતો. આ બંને આઈટી કંપનીઓની સાથે વિપ્રો, ટેક મહેન્દ્રા, એચસીએલ ટેકમાં વધારો જોવા મળ્યો હતો.