Homeગુજરાતીગુજરાતગુજરાત હાઈકોર્ટમાં ન્યાયધીશ પ્રણવ ત્રિવેદીએ શપથ ગ્રહણ કર્યાં

ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયધીશ પ્રણવ ત્રિવેદીએ શપથ ગ્રહણ કર્યાં

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં નિયુક્ત કરાયેલા ન્યાયમૂર્તિ પ્રણવ ત્રિવેદીનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ન્યાયમૂર્તિઓ અને ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ગુજરાત હાઇકોર્ટ ખાતે ન્યાયાધીશ પ્રણવ શૈલેષ ત્રિવેદીનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ સુશ્રી સુનિતા અગ્રવાલે ન્યાયાધીશ પ્રણવ શૈલેષ ત્રિવેદીને ગુજરાત હાઇકોર્ટેના ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા. ગુજરાત હાઇકોર્ટની ફર્સ્ટ કોર્ટમાં યોજાયેલા આ શપથગ્રહણ સમારોહમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશો, એડવોકેટ જનરલ  કમલભાઈ ત્રિવેદી સહિત વરિષ્ઠ વકીલો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, જાણીતા એડવોકેટ  પ્રણવ શૈલેષ ત્રિવેદીને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

સંબંધિત લેખો

Most Popular