1. Home
  2. ગુજરાતી
  3. સ્પાઈડરમેનનો વેશ ધારણ કરીને બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડે બાઈક પર કર્યાં સ્ટંટ, પોલીસે શું કાર્યવાહી કરી જાણો
સ્પાઈડરમેનનો વેશ ધારણ કરીને બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડે બાઈક પર કર્યાં સ્ટંટ, પોલીસે શું કાર્યવાહી કરી જાણો

સ્પાઈડરમેનનો વેશ ધારણ કરીને બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડે બાઈક પર કર્યાં સ્ટંટ, પોલીસે શું કાર્યવાહી કરી જાણો

0
Social Share

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો વિવિધ પ્રકારની પ્રવૃતિઓ કરે છે. તેમને જોઈને લોકો ચોંકી જાય છે અને વિચારવા મજબૂર થઈ જાય છે કે કોઈ આવું કઈ રીતે કરી શકે. ક્યારેક આ કાર્યો તેમના માટે સમસ્યા પણ બની જાય છે. આવો જ એક કિસ્સો દિલ્હીથી સામે આવ્યો છે. અહીં બોયફ્રેન્ડ સ્પાઈડરમેન અને ગર્લફ્રેન્ડ સ્પાઈડર ગર્લના કોસ્ચ્યુમમાં નંબર પ્લેટ વગરની બાઇક પર દિલ્હીની માર્ગો પર ફરતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં દેખાઈ જોવા મળે છે કે, સ્ટંટ કરતી વખતે નકલી સ્પાઈડરમેન હેલ્મેટ વગર બાઇક ચલાવી રહ્યો છે. તેની ગર્લફ્રેન્ડ પણ સ્પાઈડર ગર્લના પોશાકમાં તેની પાછળ બેઠી છે. આ દરમિયાન તેમણે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને માત્ર પોતાનો જ નહીં પરંતુ અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો. આ વીડિયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરીને બંનેને પકડી લીધા હતા અને બાઇકનું ચલણ પણ બહાર પાડ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર એક મીડિયા પોસ્ટ વાયરલ થઈ હતી. જેમાં એક વ્યક્તિ હેલ્મેટ પહેર્યા વિના નંબર પ્લેટ વગરની બાઇક ચલાવી રહ્યો હતો અને સ્પાઇડરમેનના પોશાકમાં સ્ટંટ કરી રહ્યો હતો અને આ કેસની તપાસ કરવામાં આવી હતી અને સવારની ઓળખ નજફગઢના રહેવાસી આદિત્ય વર્મા તરીકે થઈ હતી. વીડિયોમાં તેની સાથે એક યુવતી પણ જોવા મળી હતી. તેમની સામે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા સહિતની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code