1. Home
  2. ગુજરાતી
  3. કોંગ્રેસ દેશવાસીઓને પાકિસ્તાનના અણુ બોમ્બના નામે ડરાવવાનો પ્રયાસ કરે છેઃ પીએમ મોદી
કોંગ્રેસ દેશવાસીઓને પાકિસ્તાનના અણુ બોમ્બના નામે ડરાવવાનો પ્રયાસ કરે છેઃ પીએમ મોદી

કોંગ્રેસ દેશવાસીઓને પાકિસ્તાનના અણુ બોમ્બના નામે ડરાવવાનો પ્રયાસ કરે છેઃ પીએમ મોદી

0
Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના ‘પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે’ના નિવેદનને લઈને આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ વારંવાર પોતાના જ દેશને ડરાવવાની કોશિશ કરે છે, કહે છે સાવધાન રહો, પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આજે પાકિસ્તાનની હાલત એવી છે કે હવે તે બોમ્બ વેચવા સુધી પહોંચી ગયો છે, પરંતુ તેના માટે પણ કોઈ ખરીદનાર નથી મળી રહ્યો.

મણિશંકર ઐયરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે. અમારી પાસે પણ બોમ્બ છે, પરંતુ જો કોઈ લાહોર પર બોમ્બ ફેંકે તો રેડિયેશન અમૃતસરમાં પણ 8 સેકન્ડમાં પહોંચી શકે છે. તેમણે વધુમાં પાકિસ્તાન સાથે સન્માનની વાત કરી હતી. તેમણે કહ્યું કે, જો આપણે પાકિસ્તાનનું સન્માન કરીએ તો તે શાંતિથી જીવશે. જો આપણે તેમને નકારીએ તો ત્યાંની કોઈ વ્યક્તિ ભારત પર બોમ્બ ફેંકવાનું નક્કી કરી શકે છે.

ઓડિશાના કંધમાલમાં એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “એક દિવસ એવો હતો જ્યારે ભારતે વિશ્વને તેની ક્ષમતાનો પરિચય કરાવ્યો હતો. બીજી તરફ કોંગ્રેસ વારંવાર પોતાના જ દેશને ડરાવવાનો પ્રયાસ કરે છે. કહેવામાં આવે છે કે ‘સાવધાન રહો, પાકિસ્તાન એટમ બોમ્બ છે.

તેમણે વધુમાં કહ્યું કે, “આજે પાકિસ્તાનની હાલત એવી છે કે હવે તેઓ બોમ્બ વેચવા નીકળ્યા છે. તે પણ કોઈ ખરીદતું નથી. કોંગ્રેસના આ નબળા વલણને કારણે જમ્મુ-કાશ્મીરના લોકો 60 વર્ષથી આતંકનો ભોગ બન્યા છે. દેશે ઘણા આતંકવાદી હુમલાઓનો સામનો કર્યો છે જેને તે ભૂલી શકતો નથી, પરંતુ 26/11ના ભયાનક આતંકવાદી હુમલા પછી આતંકવાદના સમર્થકો સામે કાર્યવાહી કરવાની હિંમત ન હતી.

લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે હું ભાગ્યશાળી છું કે કંધમાલ આવતાની સાથે જ મને એવા આશીર્વાદ મળ્યા છે, જેને હું જીવનભર ભૂલી શકતો નથી. આ આશીર્વાદ સમગ્ર દેશમાં થઈ રહેલા પરિવર્તનનું સાચુ ઉદાહરણ છે. તેમણે કહ્યું કે હું ઓડિશાના લોકોનો ઋણી છું. હું તમને ખાતરી આપું છું કે તમારા પ્રેમ અને આશીર્વાદનું આ ઋણ હું સખત મહેનત કરીને અને દેશની સેવા કરીને ચૂકવીશ.

વડાપ્રધાને કહ્યું કે, 26 વર્ષ પહેલા આ દિવસે અટલ બિહારી વાજપેયીની સરકારે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું અને અમે બતાવ્યું હતું કે દેશભક્તિથી રંગાયેલી સરકાર રાષ્ટ્રીય હિત માટે, દેશની સુરક્ષા માટે, દેશના લોકો માટે કામ કરે છે. તે આશા અને અપેક્ષા માટે કેવી રીતે કામ કરે છે?

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code