 
                                    ખેડબ્રહ્મા શહેર અને તાલુકા ભાજપ દ્રારા ઉજવણી કરી મો મીઠુ કરાવાયુ
ખેડબ્રહ્મા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર રવિવારના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા હતા. સાથે અન્ય કેબીનેટ, સ્વતંત્ર હવાલો અને રાજ્ય કક્ષાના જમ્બો મંત્રી મંડળની શપથવિધી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાઈ હતી.

સાબરકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલના માગઁદશઁન હેઠળ શપથવિધીની ઉજવણી ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ અને શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલની ઉપસ્થિતિમાં સરદાર ચોકમાં કરવામાં આવી હતી સાથે શહેર મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ, જીલ્લા મંત્રી મીનાબેન જોષી, પૂર્વ કોર્પોરેટર બ્રિજેશ બારોટ, અરવિંદભાઈ ઠક્કર સહીત તાલુકા અને શહેર ભાજપના કાયઁકરોએ ફટાકડા ફોડીને એકબીજાને મો મીઠુ કરાવ્યુ હતુ.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

