1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબરમાં યુવક મહોત્સવ યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબરમાં યુવક મહોત્સવ યોજાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબરમાં યુવક મહોત્સવ યોજાશે

0
Social Share
  • 52માં યુથ ફેસ્ટિવલમાં 33 સ્પર્ધા માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ,
  • વિદ્યાર્થીઓમાં યુવક મહોત્સવ માટે જોવા મળતી નિરસતા,
  • ગત વર્ષે 235 કોલેજોમાંથી માત્ર 40 કોલેજોએ ભાગ લીધો હતો

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી ઓક્ટોબર મહિનાના અંતમાં 52મો યુવક મહોત્સવ યોજાશે. આ યુવક મહોત્સવમાં સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગની 33 સ્પર્ધા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. યુવક મહોત્સવનુ નામાભિધાન અને તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા યુવક મહોત્સવ માટેની તૈયરીઓ શરૂ કરી દેવામાં આવી છે.  સ્પર્ધાઓમાં ભાગ લેવા માગતા વિદ્યાર્થીઓની કોલેજ મારફત એન્ટ્રી મોકલવાની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 52મો યુવક મહોત્સવ આવતા મહિને એટલે કે ઓક્ટોબરની અંતિમ સપ્તાહમાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીના  52માં યુવક મહોત્સવમાં વકૃત્વ સ્પર્ધા, પાદપૂર્તિ, ગઝલ, શાયરી અને કાવ્ય લેખન, ડિબેટ, ક્વિઝ, હસ્તકલા હોબી, સર્જનાત્મક કારીગરી, રંગોળી, કાર્ટુનિંગ, ચિત્રકલા, કોલાજ, ક્લે મોડેલિંગ, પોસ્ટર મેકિંગ, તત્કાલ છબિકલા, હળવું કંઠ્ય સંગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, શાસ્ત્રીય વાદ્યસંગીતમાં તાલવાદ્ય અને સ્વરવાદ્ય, શાસ્ત્રીય નૃત્ય, વેસ્ટર્ન વોકલ (સોલો), લોકગીત, ભજન, દુહા છંદ, મિમિક્રી, મૂક અભિનય, સમૂહ ગીત, વેસ્ટર્ન ગ્રુપ સોંગ, એકાંકી, લઘુ નાટક (સ્કીટ), સમૂહ નૃત્ય, પ્રાચીન રાસ, સમૂહ લોકવાદ્ય સંગીત અને હાલરડાંની સ્પર્ધા યોજવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2023નો યુવક મહોત્સવ આ વર્ષે માર્ચ મહિનામાં યોજાયો હતો તો હવે વર્ષ 2024નો યુવક મહોત્સવ ઓક્ટોબરના અંતે યોજાશે. જો કે, દર વખતે યુવક મહોત્સવમાં ભાગ લેતા વિદ્યાર્થીઓમાં નિરસતા જોવા મળે છે કારણ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, દિગ્વિજય ગ્રામ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાની 235 જેટલી કોલેજોમાં 3 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ તેમાંથી માંડ 40 જેટલી કોલેજો ભાગ લે છે. વિદ્યાર્થીઓના આકર્ષણ માટે યુનિવર્સિટી દ્વારા જૂની પુરાણી સ્પર્ધાઓની સાથે હાલના સમયને જોડતી ટેકનોલોજી આધારિત અવનવી સ્પર્ધાઓ લાવવામાં આવે તે જરૂરી છે. પરંતુ યુનિવર્સિટીના સ્થાપના કાળથી મોટાભાગે 33 જેટલી સ્પર્ધાઓ યોજાઇ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code