Homeગુજરાતીભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી ફિલ્મજગતમાં લેશે એન્ટ્રી

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી ફિલ્મજગતમાં લેશે એન્ટ્રી

ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનગર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા એક્ટિવ રહે છે, તેમજ તેના ડાન્સના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. હવે યુઝવેન્દ્ર ચહલની પત્ની ફિલ્મ જગતમાં પ્રવેશ લેવા જઈ રહી છે. દક્ષિણ ભારતની ફિલ્મમાં ધનશ્રી જોવા મળે તેવી ચર્ચાઓ વહેતી થઈ છે. જો કે, ફિલ્મ અને ધનશ્રી વર્માને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા અવારનવાર ચર્ચામાં રહે છે. પોતાના ડાન્સથી જાણીતી બનેલી ધનશ્રી વર્મા હવે ફિલ્મી દુનિયામાં પગ મુકવા જઈ રહી છે. એક અહેવાલ મુજબ ધનશ્રી વર્મા તેલુગુ ફિલ્મ દ્વારા ફિલ્મી દુનિયામાં પ્રવેશ કરી શકે છે. ફિલ્મનું શીર્ષક ‘આકાશ દાતી વાસ્તવ’ હશે. આ ફિલ્મ દિલ રાજુના બેનર હેઠળ બનશે.

આ ફિલ્મમાં મલયાલમ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક કાર્તિકા મુરલીધરન પણ જોવા મળી શકે છે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં ધનશ્રી વર્માની પણ મહત્વની ભૂમિકા હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ડાન્સ પર આધારિત હોઈ શકે છે, જેના માટે ધનશ્રી વર્માનો સંપર્ક કરવામાં આવ્યો છે. જોકે, ફિલ્મ અને ધનશ્રી વર્માના રોલને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img