1. Home
  2. ગુજરાતી
  3. NIAએ તમિલનાડુમાં 2 સ્થાનો પર પાડયા દરોડા, અસરુલ્લાહ જૂથના એક શકમંદની અટકાયત
NIAએ તમિલનાડુમાં 2 સ્થાનો પર પાડયા દરોડા, અસરુલ્લાહ જૂથના એક શકમંદની અટકાયત

NIAએ તમિલનાડુમાં 2 સ્થાનો પર પાડયા દરોડા, અસરુલ્લાહ જૂથના એક શકમંદની અટકાયત

0
Social Share
  • આઈએસઆઈએસ ભારતમાં જમાવી રહ્યું છે મૂળિયા?
  • તમિલનાડુના તિરુનેલવલી જિલ્લામાં દરોડા
  • એનઆઈએના દરોડામાં એક શકમંદની અટકાયત
ફાઈલ તસવીર

એનઆઈએના આતંકવાદીઓની ભાળ મેળવવા માટે તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લામાં દરોડાની કાર્યવાહી થઈ રહી છે. જાણકારી પ્રમાણે એનઆઈએની પાંચ સદસ્યોની ટીમે બે સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરીને એક શકમંદને કસ્ટડીમાં લીધો છે.

દૈનિક જાગરણના અહેવાલ પ્રમાણે, કસ્ટડીમાં લેવામાં આવેલા વ્યક્તિની પૂછપરછ થઈ રહી છે. તે અસરુલ્લાહ જૂથનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેના પછી ચિંતા વધી ગઈ છે કે ભારતમાં પણ આઈએસઆઈએસ ઝડપથી પોતાનું નેટવર્ક તો વધારી રહ્યું નથી ને.

શ્રીલંકામાં ઈસ્ટરના હુમલામાં આઈએસઆઈએસ સમર્થિત અંસારુલ્લાહ સમૂહનું નામ સામે આવ્યું હતું. તેની શ્રીલંકાની સાથે બાંગ્લાદેશ સુધી પહોંચ છે. હવે તે તમિલનાડુમાં પોતાનું વર્ચસ્વ વધારવાની કોશિશમા છે. ઈસ્ટર હુમલા બાદ ગુપ્તચર એજન્સીઓએ ભારતમાં હુમલાની ચેતવણી જાહેર કરી હતી, તેના પછી દક્ષિણ ભારતમાં ઘણાં સ્થાનો પર દરોડાની કાર્યવાહી થઈ હતી.

કેટલાક દિવસો પહેલા ચેન્નઈથી તપાસ એજન્સીએ એક આતંકવાદીની ધરપકડ કરી હતી. તેના તાર જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ સાથે જોડાયેલા હતા. 2 સપ્ટેમ્બરે કોલકત્તામાં એસટીએફે જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશના શકમંદ આતંકવાદીની ધરપકડ કરી હતી.

ગત મહીને તમિલનાડુમાં એનઆઈએએ 5 સ્થાનો પર દરોડા પાડીને લેપટોપ, મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને પેન ડ્રાઈવ જપ્ત કર્યા હતા. તેની સાથે જ 5 શકમંદોની પૂછપરછ પણ કરી હતી.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code