1. Home
  2. ગુજરાતી
  3. બોર્ડર પર ફાયરિંગથી ગત સાત વર્ષોમાં 90 જવાન વીરગતિ પામ્યા અને 454 થયા ઈજાગ્રસ્ત
બોર્ડર પર ફાયરિંગથી ગત સાત વર્ષોમાં 90 જવાન વીરગતિ પામ્યા અને 454 થયા ઈજાગ્રસ્ત

બોર્ડર પર ફાયરિંગથી ગત સાત વર્ષોમાં 90 જવાન વીરગતિ પામ્યા અને 454 થયા ઈજાગ્રસ્ત

0
Social Share
  • બોર્ડર પર શસ્ત્રવિરામ ભંગના મામલા
  • 7 વર્ષોમાં 90 જવાનો પામ્યા છે વીરગતિ
  • 7 વર્ષોમાં 454 જવાનો થયા છે ઈજાગ્રસ્ત

ગૃહ મંત્રાલયે સીમા પારથી ગત સાત વર્ષો દરમિયાન ગોળીબાર અને યુદ્ધવિરામ ઉલ્લંઘનની ઘટનાઓના આંકડા જાહેર કર્યા છે. જણાવવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન સીમા પારતી ફાયરિંગ અને યુદ્ધવિરામ ઉલ્લંઘનના 6942 મામલા થયા છે. આ ઘટનાઓમાં 90 સુરક્ષાકર્મીઓ શહીદ થયા છે અને 454 ઘાયલ થયા હતા.

નવભારત ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, સામાજીક કાર્યકર્તા ડૉ. નૂતન ઠાકુરે આના સંદર્ભે માહિતી માંગી હતી, તેની જાણકારી આપવામાં આવી છે. માહિતી પ્રમાણે, આ આંકડા 2013થી ઓગસ્ટ 2019ની વચ્ચે જમ્મુ-કાશ્મીરની એલઓસી અને આંતરરાષ્ટ્રીય બોર્ડરના છે.

ગૃહ મંત્રાલયે જાણકારીમાં એમ પણ કહ્યુ છે કે સૌથી વદારે 2140 ઘટનાઓ 2018માં થઈ હતી. તો ઓગસ્ટ – 2019 સુધીમાં 2047 અને 2017માં 971 હુમલા થયા હતા. 2013માં 347 અને 2014માં 583 હુમલા થયા હતા.

આપણા સુરક્ષાદળો માટે સૌથી વધુ પડકારજનક વર્ષ 2018 રહ્યું હતું. આ વર્ષ જવાનો વીરગતિ પામ્યા હતા અને 116 જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. 2016માં 112 અને 2017 તથા 2019માં અત્યાર સુધીમાં 91 સુરક્ષાકર્મીઓ વીરગતિ પામ્યા છે. 2013માં 38 અને 2014માં 33 જવાનો વીરગતિ પામ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code