1. Home
  2. revoinews
  3. સાંસદ પરિમલ નથવાણીએ સાઈબર ક્રાઈમ વિશે પૂછેલા પ્રશ્નનો મંત્રીએ શું જવાબ આપ્યો?
સાંસદ પરિમલ નથવાણીએ સાઈબર ક્રાઈમ વિશે પૂછેલા પ્રશ્નનો મંત્રીએ શું જવાબ આપ્યો?

સાંસદ પરિમલ નથવાણીએ સાઈબર ક્રાઈમ વિશે પૂછેલા પ્રશ્નનો મંત્રીએ શું જવાબ આપ્યો?

0
Social Share
  • ભારત સરકારે સસ્પેક્ટ રજિસ્ટ્રીની મદદથી સાઈબર ગુનેગારોના 67 લાખ લેયર 1 મ્યુલ એકાઉન્ટ્સ ઓળખી કાઢ્યા છે અને રૂ. 8031 ​​કરોડના ટ્રાન્ઝેક્શન ડિક્લાઈન કર્યા
  • રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના ભારતમાં વધેલી સાઈબર ક્રાઈમની ઘટનાઓ સામે લેવાયેલાં પગલાં અંગેના પ્રશ્નનો ગૃહ રાજ્યમંત્રીએ આપેલો જવાબ

નવી દિલ્હી, 04 ડિસેમ્બર, 2025: Parimal Nathwani about cyber crime નાણાકીય છેતરપિંડીના ત્વરિત રિપોર્ટિંગ અને ઠગો દ્વારા ફંડને સગેવગે કરતા અટકાવવા માટે I4C હેઠળ ‘સિટીઝન ફાઈનાન્સિયલ સાઈબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ’ (CFCFRMS)ને વર્ષ 2021માં લોંચ કરાઈ હતી. અત્યારસુધીમાં, 23.02 લાખથી વધુ ફરિયાદોમાં રૂ. 7,130 કરોડથી વધુની નાણાકીય રકમ બચાવી શકાઈ છે. ઓનલાઈન સાઈબર ફરિયાદ નોંધાવવામાં મદદરૂપ થવા ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર ‘1930’ શરૂ કરાયો છે. ગૃહ મંત્રાલયે દેશમાં તમામ પ્રકારના સાઈબર ગુનાઓનો સંકલિત અને સર્વગ્રાહી રીતે સામનો કરવા એક એટેચ ઓફિસ તરીકે ‘ઈન્ડિયન સાઈબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર’ (I4C)ની રચના કરી છે. રાજ્યસભાના સભ્ય શ્રી પરિમલ નથવાણીને આ માહિતી ગૃહ રાજ્યમંત્રી શ્રી બંદી સંજયકુમારે આપી હતી.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બેંકો/ નાણાકીય સંસ્થાઓના સહયોગથી 10.09.2024ના રોજ I4C દ્વારા સાઈબર ગુનેગારોની ઓળખકર્તા શકમંદોની રજિસ્ટ્રી લોંચ કરાઈ છે. અત્યાર સુધીમાં, બેંકો પાસેથી 18.43 લાખથી વધુ શકમંદોના ઓળખકર્તા ડેટા પ્રાપ્ત થયા છે અને 24.67 લાખ લેયર 1 મ્યુલ એકાઉન્ટ્સની વિગતોની શકમંદોની રજિસ્ટ્રીની સહભાગી સંસ્થાઓ સાથે વહેંચણી કરાઈ છે અને રૂ. 8031.56 કરોડના ટ્રાન્ઝેક્શન્સ નકારી કઢાયા છે.

રિલાયન્સની વિશેષ પ્લેસમેન્ટ ડ્રાઇવમાં સરકારી કોલેજના ૨૨૫ ડિગ્રી એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓની પસંદગી

સાઈબર ક્રાઇમ તપાસ, ફોરેન્સિક્સ, પ્રોસિક્યુશન વગેરેના મહત્વપૂર્ણ પાસા પર ઓનલાઈન કોર્સ દ્વારા પોલીસ અધિકારીઓ/ ન્યાયિક અધિકારીઓના ક્ષમતા નિર્માણ માટે I4C હેઠળ ‘સાઈટ્રેન’ નામનું મેસિવ ઓપન ઓનલાઈન કોર્સિસ (MOOC) પ્લેટફોર્મ વિકસાવાયું છે. રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોના 1,44,895થી વધુ પોલીસ અધિકારીઓ/ ન્યાયિક અધિકારીઓ તેમાં રજિસ્ટર્ડ થયેલા છે અને પોર્ટલ દ્વારા 1,19,628થી વધુ પ્રમાણપત્રો જારી કરાયા છે.

I4C ખાતે એક અત્યાધુનિક, સાઈબર ફ્રોડ મિટિગેશન સેન્ટર (CFMC)ની સ્થાપના કરાઈ છે, જ્યાં અગ્રણી બેંકો, નાણાકીય મધ્યસ્થીઓ, પેમેન્ટ એગ્રીગેટર્સ, ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ, IT ઈન્ટરમિડિયેટરીઝ અને રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોની કાયદા અમલીકરણ એજન્સીઓના પ્રતિનિધિઓ સાઈબર ગુનાખોરીનો સામનો કરવા ત્વરિત કાર્યવાહી અને સરળ સહયોગ માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. અત્યારસુધીમાં, ભારત સરકારે પોલીસ અધિકારીઓના રિપોર્ટિંગના આધારે 11.14 લાખથી વધુ સિમ કાર્ડ અને 2.96 લાખથી વધુ IMEIને બ્લોક કરી દીધા છે.

રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશ પોલીસના તપાસ અધિકારીઓ (IOs)ને પ્રારંભિક તબક્કાની સાઈબર ફોરેન્સિક તાલીમ સહાયતા પૂરી પાડવા I4Cના ભાગરૂપે, નવી દિલ્હી (18.02.2019ના રોજ) અને આસામ (29.08.2025ના રોજ) ખાતે અત્યાધુનિક ‘નેશનલ સાઈબર ફોરેન્સિક લેબોરેટરી (ઈન્વેસ્ટિગેશન્સ)’ની સ્થાપના કરાઈ છે. અત્યારસુધીમાં, દિલ્હીની નેશનલ સાઈબર ફોરેન્સિક્સ લેબોરેટરી (ઈન્વેસ્ટિગેશન્સ) એ સાઈબર ગુનાખોરી સંબંધિત લગભગ 12,952 કેસમાં રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોની LEAને પોતાની સેવાઓ પૂરી પાડી છે.

LEAs દ્વારા સાઈબર ક્રાઇમ ડેટા શેરિંગ અને વિશ્લેષણ કરી શકાય તે માટે મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ (MIS) પ્લેટફોર્મ, ડેટા રિપોઝીટરી અને કોઓર્ડિનેશન પ્લેટફોર્મ તરીકે સેવા પૂરી પાડવા સમન્વય પ્લેટફોર્મને કાર્યરત કરાયું છે. તે વિવિધ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાઈબર ક્રાઇમ ફરિયાદોમાં સંડોવાયેલા ગુનેગારોના તેમજ વિશ્લેષણ આધારિત આંતરરાજ્ય કડીઓ પૂરી પાડે છે. ન્યાયક્ષેત્રીય અધિકારીઓને વિઝિબિલિટી પૂરી પાડવા નકશા પર ગુનેગારો તેમજ ગુનાખોરીના માળખા સંબંધિત લોકેશન્સને ‘પ્રતિબિમ્બ’ મોડ્યુલ પ્રાપ્ત કરશે. આ મોડ્યુલ કાયદા અમલીકરણ એજન્સીને I4C તથા અન્ય SMEs પાસેથી ટેક્નો-લીગલ સહાયતા માગવા અને પ્રાપ્ત કરવાની સુલભતા પ્રદાન કરે છે. તેના કારણે 16,840 આરોપીની ધરપકડ કરાઈ છે અને 1,05,129 સાઈબર તપાસ સહાયતા વિનંતી કરાઈ છે.

વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસઃ રાજ્યમાં ૨૦૨૫માં સિંહની સંખ્યા વધીને ૮૯૧ નોંધાઈ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code