મહેસાણામાં મેંગો જ્યૂસ માટે સંગ્રહ કરાયેલો સડેલી કેરીનો જથ્થો ઝડપાયો, જુઓ Video
મહેસાણા, 3 જૂન 2026 – મહેસાણામાં મેંગો જ્યૂસ માટે સંગ્રહ કરાયેલો સડેલી કેરીનો જથ્થો ઝડપાયો છે. અન્ન સલામતી અને સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (FSSAI) દ્વારા પાડવામાં આવેલા દરોડામાં અખાદ્ય કેરીનો મોટો જથ્થો ઝડપાયો હતો.
FSSAI દ્વારા તેના X હેન્ડલ ઉપર જારી નિવેદનમાં જણાવ્યા મુજબ ગુજરાતના અન્ન સલામતી વિભાગના અધિકારીઓએ મેંગો જ્યૂસની એક ફેક્ટરી ઉપર દરોડો પાડ્યો હતો.
#Gujarat #Mehsana
The Gujarat Food Safety Department enforcement teams discovered and seized massive stock of mangoes intended for juice extraction.
Mangoes used for juice extraction were found heavily rotten, worm-eaten & visibly infested with fungus and insects.#FSSAIAction pic.twitter.com/bjiy7VuLNw— FSSAI (@fssaiindia) June 3, 2026
આ સ્થળે ખૂબ મોટી માત્રામાં કેરીઓ રાખવામાં આવી હતી. અધિકારીઓએ કેરીઓ ચકાસી ત્યારે તે દબાઈ ગયેલી અને સડી ગયેલી જોવા મળી હતી. અનેક કેરીમાં ઈયળો પણ જોવા મળી હોવાનું FSSAI દ્વારા જણાવવામાં આવ્યું છે.
પકડાયેલા કેરીના આ જથ્થામાં સડેલી કેરીઓ હતી એટલું જ નહીં પરંતુ તેમાં ફૂગ અને અન્ય જીવ-જંતુઓ પણ જોવા મળ્યા હોવાનું ગુજરાતના અન્ન સલામતી વિભાગે જણાવ્યું હતું.


