નવી દિલ્હી, 4 ઓગસ્ટ 2026: પાકિસ્તાન સ્થિત કુખ્યાત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા એક આતંકવાદીએ સ્વીકાર્યું છે કે છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં 30 કરતા વધુ લશ્કરના આતંકવાદીઓની ‘ધુરંધર’ સ્ટાઈલમાં રહસ્યમય રીતે હત્યા કરવામાં આવી છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં બેઠેલા લશ્કરના ડેપ્યુટી ચીફ અને વરિષ્ઠ કમાન્ડર રિઝવાન હનીફે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં આ ખુલાસો કર્યો છે. જો કે, તેણે આ હત્યાઓ પાછળ ભારતીય ગુપ્તચર એજન્સીઓનો હાથ હોવાનો પાયાવિહોણો દાવો કર્યો છે અને પોતાના દાવાને સમર્થન આપવા માટે કોઈ જ ઠોસ પુરાવો રજૂ કર્યો નથી. ભારત સરકાર અગાઉ પણ આવા તમામ પાયાવિહોણા આરોપોને સખત શબ્દોમાં નકારી ચૂકી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં લશ્કર કમાન્ડર રિઝવાન હનીફ કબૂલતો નજરે પડે છે કે ભારતીય ગુપ્તચર એજન્સીઓએ “અજ્ઞાત હુમલાખોરો” ની મદદથી લશ્કરના અનેક મોટા કમાન્ડરો અને આતંકીઓને મોતને ઘાટ ઉતારના છે. હનીફના જણાવ્યા મુજબ, આ ઘટનાઓ પાકિસ્તાનના કરાચી, પેશાવર, રાવલપિંડી તેમજ પીઓકેના મુઝફ્ફરાબાદ અને રાવલાકોટ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં બની છે. આતંકીઓની ભરતી કરવામાં અને સરપાર ઘૂસણખોરી કરાવવામાં કુખ્યાત રહેલા રિઝવાન હનીફે આ વીડિયોમાં પોતાની હતાશા છુપાવી ન શકતા હિન્દુ ધર્મ વિરુદ્ધ અત્યંત આપત્તિજનક અને ઘૃણાસ્પદ ભાષાનો પ્રયોગ પણ કર્યો છે.
અગાઉ પણ અનેક કુખ્યાત આતંકીઓ નંખાઈ ચૂક્યા છે મોતને ઘાટ
પાકિસ્તાનની ધરતી પર અજ્ઞાત હુમલાખોરો દ્વારા મારવામાં આવેલા લશ્કરના મુખ્ય આતંકવાદીઓમાં અબુ સૈફુલ્લાહ ઉર્ફે રજાઉલ્લાહ નિજામાનીનું નામ પણ સામેલ છે. તે વર્ષ 2006માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલય પર થયેલા આતંકી હુમલાનો મુખ્ય આરોપી હતો. સિંધ પ્રાંતમાં અજ્ઞાત હુમલાખોરોએ તેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં પાકિસ્તાની સેના અને સરકાર સામે મોટા પાયે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. હનીફે પોતાના આક્ષેપોના સમર્થનમાં એકપણ પુરાવો આપ્યો નથી. ભારતે અગાઉ પણ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન પોતાની આંતરિક નિષ્ફળતાઓને છુપાવવા માટે ભારત પર ખોટા આક્ષેપો કરતું આવ્યું છે.
Rizwan Hanif, identified as a senior Lashkar-e-Taiba operative, claims that more than 30 Lashkar members have been killed over the past 3–4 years.
He says the killings occurred in places including Rawalpindi, Karachi, Rawalakot, Muzaffarabad, and Peshawar.
He describes the… pic.twitter.com/RMA5HzKR1v
— Colonel Mayank Chaubey (@col_chaubey) August 3, 2026
તાજેતરમાં જ એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે કુલગામે બે બિન-નિવાસી મજૂરો અને અનંતનાગમાં બે પોલીસકર્મીઓની હત્યાનું મોટું ષડયંત્ર લશ્કર કમાન્ડર લતીફ ભટ અને તેના સહયોગી વારિસ શાહ દ્વારા રચવામાં આવ્યું હતું. આ સિવાય, જુલાઈ મહિનામાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા પહેલગામ આતંકી હુમલાના કેસમાં કુખ્યાત લશ્કર પ્રમુખ હાફિઝ સાઈદને પણ મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે.
લશ્કર-એ-તૈયબાની સ્થાપના 1980ના દાયકાના અંત ભાગમાં પાકિસ્તાનમાં હાફિઝ મોહમ્મદ સાઈદ, જફર ઈકબાલ અને અબ્દુલ્લા અજ્ઝામ દ્વારા કરવામાં આવી હતી. આ સંગઠન ‘મરકઝ-ઉદ-દાવો-વ-અલ-ઇરશાદ’ નામની ઉગ્રવાદી પાંખ હતું, જેની સ્થાપના સોવિયેત-અફઘાન યુદ્ધ દરમિયાન થઈ હતી. સોવિયેત સેનાની અફઘાનિસ્તાનમાંથી પીછેહટ બાદ આ સંગ્રહને પોતાનું સંપૂર્ણ ધ્યાન જમ્મુ-કાશ્મીર પર કેન્દ્રિત કર્યું હતું.
ભારત, અમેરિકા, સંયુક્ત રાષ્ટ્ર અને અનેક પશ્ચિમી દેશોએ લશ્કર-એ-તૈયબાને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કરેલું છે. ભારત અને અન્ય દેશો લાંબા સમયથી સાબિત કરતા આવ્યા છે કે આ ખતરનાક આતંકી સંગઠનને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI નું પ્રત્યક્ષ અને પરોક્ષ સમર્થન પ્રાપ્ત છે.

