નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર 2026: એમએસ ધોની IPL 2027માં રમશે કે નહીં તે અંગે કોઈ નક્કર માહિતી નથી. 45 વર્ષીય ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બેટર અને ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન ઘૂંટણની ઈજાને કારણે અગાઉની સંપૂર્ણ સિઝન (IPL 2026) રમી શક્યા ન હતા. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી તેમની IPL નિવૃત્તિ અંગે અટકળો ચાલી રહી છે, તેમ છતાં ટીમ ઈન્ડિયા અને CSKના ભૂતપૂર્વ ખેલાડી એસ. બદ્રીનાથે આગામી સિઝન પહેલાં ધોની વિશે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
તેમણે આગામી સિઝનમાં ધોનીના ‘ઈમ્પેક્ટ પ્લેયર’ તરીકે રમવાની શક્યતા વિશે વાત કરી. પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા બદ્રીનાથે જણાવ્યું કે ધોનીએ તેમને વ્યક્તિગત રીતે કહ્યું હતું કે તેઓ ‘ઈમ્પેક્ટ પ્લેયર’ તરીકે રમવા માંગતા નથી; તેના બદલે, માહી ટીમ સાથે પૂર્ણ-સમયના ખેલાડી તરીકે જોડાયેલા રહેવા માંગે છે.
ધોનીએ બદ્રીનાથને શું કહ્યું?
બદ્રીનાથે કહ્યું, “ધોનીએ મને વ્યક્તિગત રીતે જણાવ્યું છે કે તે ‘ઈમ્પેક્ટ પ્લેયર’ તરીકે રમશે નહીં. તે પોતાની જાતને પૂર્ણ-સમયના વિકેટકીપર તરીકે જુએ છે, જેનો અર્થ છે કે તેણે પૂરી 20 ઓવર મેદાન પર રહેવું પડશે; તેથી જ તે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે નહીં રમે. જોકે, મને લાગે છે કે જો તે તેમ કરે, તો CSKને વ્યૂહાત્મક લાભ મળી શકે છે. ધોનીનું શરીર લાંબા સમય સુધી આ પ્રકારનો શારીરિક શ્રમ સહન કરી શકે તેમ નથી ફ્લેમિંગે પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે.”
તેમણે વધુમાં કહ્યું, “તેઓ માત્ર ૧૬મી ઓવર પછી જ બેટિંગ અને વિકેટકીપિંગ કરશે. જો તેઓ રમતના આટલા નાના હિસ્સામાં જ સામેલ થવાના હોય, તો તેમના માટે ‘ઈમ્પેક્ટ પ્લેયર’ તરીકે રમવું વધુ સારું છે.”
એમ.એસ. ધોનીની IPL કારકિર્દી
ધોનીની IPL કારકિર્દી પર નજર કરીએ તો, તેણે અત્યાર સુધીમાં 278 મેચ રમી છે. આ મેચોની 242 ઇનિંગ્સમાં બેટિંગ કરતા તેણે 38.30ની સરેરાશ અને 137.45ના સ્ટ્રાઇક રેટ સાથે 5,439 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેણે 24 અડધી સદી ફટકારી છે અને તેનો સર્વોચ્ચ સ્કોર 84* રહ્યો છે.


