તિરુવનંતપુરમ, 06 સપ્ટેમ્બર 2026: કેરળના ત્રિશૂર જિલ્લામાં એક પૂરપાટ ઝડપે આવતી કારે મોટરસાઇકલને ટક્કર મારતાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત નીપજ્યાં હતાં. પોલીસે રવિવારે આ ઘટનાની જાણકારી આપી હતી.
અહેવાલો અનુસાર, અકસ્માત સમયે કાર પૂરપાટ ઝડપે હતી અને સીધી જ પરિવારના મોટરસાયકલ સાથે અથડાઈ હતી.
નશામાં હતો કારચાલક
પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત સમયે કારનો ચાલક કથિત રીતે નશાની હાલતમાં હતો. પોલીસે ક્ષતિગ્રસ્ત કાર જપ્ત કરી છે અને તેમાં સવાર અન્ય બે મુસાફરોને અટકાયતમાં લીધા છે; જોકે, મુખ્ય આરોપી ચાલક હજુ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે. આ ગંભીર અકસ્માતમાં કાર અને મોટરસાઇકલ બંને સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયાં હતાં.
વધુ વાંચો: સિક્કિમના મંગનમાં ભૂસ્ખલન: પહાડ ધસી પડવાથી તિસ્તા નદીના પ્રવાહ પર અસર


