Homeગુજરાતીદેશ-વિદેશઆબકારી વિભાગના ઈતિહાસમાં પહેલીવાર ફરાર આરોપીનું પ્રત્યાર્પણ કરીને કેરળ લવાયો

આબકારી વિભાગના ઈતિહાસમાં પહેલીવાર ફરાર આરોપીનું પ્રત્યાર્પણ કરીને કેરળ લવાયો

તિરુવનંતપુરમ, 17 ઓક્ટોબર 2026: કેરળના આકબારી વિભાગના ઈતિહાસમાં પ્રથમવાર એક મોટી સફળતા હાંસલ થઈ છે. વર્ષ 2023માં નશીલા પદાર્થોની જપ્તીના એક મોટા કેસમાં સંડોવાયેલા અને વિદેશ નાસી છૂટેલા આરોપીને આંતરરાષ્ટ્રીય એજન્સીઓની મદદથી પરત લાવવામાં આવ્યો છે. આબકારી આયુક્ત સીરમ સાંબાશિવા રાવે શનિવારે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અટ્ટીપરા (તિરુવનંતપુરમ)નો રહેવાસી અને 2023ના MDMA કેસનો આઠમો આરોપી શાન સુનીલ બ્રેટને અબુધાબીથી પ્રત્યાર્પણ કરીને કેરળ પરત લાવવામાં આવ્યો છે.

આ મામલો વર્ષ ૨૦૨૩માં તિરુવનંતપુરમના પુલિમથ પાસે નેટ્ટા જંકશન પર નશીલા પદાર્થોની જપ્તી સાથે જોડાયેલો છે. તે સમયે અધિકારીઓએ દરોડા દરમિયાન આશરે 155 કિલોગ્રામ ગાંજો અને 70 ગ્રામ MDMA જપ્ત કર્યું હતું. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ બાદમાં આબકારી ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન અન્ય આરોપીઓ પકડાઈ ગયા હતા, પરંતુ મુખ્ય આરોપી શાન સુનીલ બ્રેટ દેશ છોડીને ફરાર થઈ ગયો હતો, જેના પગલે તેની સામે ઈન્ટરપોલ રેડ નોટિસ જારી કરવામાં આવી હતી.

આયુક્ત રાવે જણાવ્યું હતું કે, આબકારી વિભાગના ઈતિહાસમાં આ પહેલી ઘટના છે જ્યારે ડ્રગ્સના કેસમાં વિદેશમાંથી કોઈ આરોપીને પરત લાવવામાં આવ્યો હોય. ગત અઠવાડિયે એન્ટી-નાર્કોટિક્સ એજન્સીએ ભારતીય અધિકારીઓને સૂચિત કર્યું હતું કે ઈન્ટરપોલ નોટિસના આધારે બ્રેટને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ત્યારબાદ રાજ્ય સરકારે વિદેશ મંત્રાલયનો સંપર્ક સાધીને પ્રત્યાર્પણની પ્રક્રિયા પૂર્ણ કરી હતી અને શનિવારે સવારે જ તેને ફ્લાઈટ દ્વારા તિરુવનંતપુરમ લવાયો હતો. હાલ પોલીસે તેને ઝડપીને પૂછપરછ શરૂ કરી છે તથા તેને ભાગવામાં કોણે મદદ કરી તેના આંતરરાષ્ટ્રીય કનેક્શન્સની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular