Homeગુજરાતીદેશ-વિદેશકોલકાતાના ચોરબાગાનમાં ભાગદોડ, ગૃહમંત્રી અમિત શાહે ઘાયલોની મુલાકાત લીધી

કોલકાતાના ચોરબાગાનમાં ભાગદોડ, ગૃહમંત્રી અમિત શાહે ઘાયલોની મુલાકાત લીધી

કોલકાતા, 18 ઓક્ટોબર 2026: ઉત્તર કોલકાતાના ચોરબાગાન વિસ્તારમાં આવેલા દુર્ગા પૂજા પંડાલમાં થયેલી નાસભાગમાં ઘાયલ થયેલા લોકોને મળવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે અહીંની એપોલો હોસ્પિટલ પહોંચ્યા હતા. શનિવારે સાંજે, વરસાદ વચ્ચે દુર્ગા પૂજા પંડાલમાં ભીડ અચાનક વધી જતાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 19 લોકોનાં મોત થયાં હતાં અને ૨૫થી વધુ લોકો ઘાયલ થયા હતા.

ગૃહમંત્રીએ ઘાયલોને મળીને તેમની સ્થિતિ જાણી અને તેમના સ્વાસ્થ્ય અંગે ડોક્ટરો સાથે પણ વાતચીત કરી. તેમની સાથે મુખ્યમંત્રી [મમતા બેનર્જી] અને સુવેન્દુ અધિકારી પણ હાજર હતા. ઘાયલોને મળતા પહેલા, ગૃહમંત્રીએ મુખ્યમંત્રી અને સુવેન્દુ અધિકારીની સાથે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ચોરબાગાનમાં આવેલા પૂજા પંડાલમાં ઘટનાસ્થળની મુલાકાત લીધી.

તે દિવસે સવારે, ગૃહમંત્રીએ પ્રાર્થના કરવા માટે કાલીઘાટ મંદિરની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, શનિવારે રાત્રે કોલકાતા પહોંચેલા શાહે આ ઘટના બાદ તેમના તમામ નિર્ધારિત કાર્યક્રમો રદ કરી દીધા હતા જેમાં હાવડા સ્થિત બેલુર મઠ અને વિવિધ દુર્ગા પૂજા પંડાલોની મુલાકાતનો પણ સમાવેશ થતો હતો.

શાહના પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ, તેમણે રવિવારે સવારે બેલુર મઠ ખાતે રામકૃષ્ણ મિશનના મુખ્યાલયની મુલાકાત લેવાની હતી અને ત્યારબાદ દિવસ દરમિયાન હાવડા તથા કોલકાતામાં દુર્ગા પૂજાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાની હતી.

તેમણે ઉત્તર કોલકાતાના શોભાબજાર રાજબારી ખાતે દુર્ગા પૂજાની ઉજવણીમાં પણ ભાગ લેવાનો હતો. શોભાબજાર રાજબારીમાં 250 વર્ષથી વધુ સમયથી દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે. રાજબારી એ એક શાહી મહેલ છે, જ્યાં રાજા નબકૃષ્ણ દેબના વંશજો રહે છે. શાહ બપોરે દિલ્હી પરત ફરવાના છે.

વધુ વાંચો: સાઉદી અરેબિયામાં AH-6i હેલિકોપ્ટર ક્રેશ, બે ક્રૂ મેમ્બર્સનાં મોત

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular