ટોક્યો, 08 નવેમ્બર 2026: જાપાનમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. રવિવારે વહેલી સવારે 5.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. જાપાની મીડિયાના જણાવ્યા અનુસાર, ડઝનબંધ લોકોને ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે.
જાપાન હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, સ્થાનિક સમય મુજબ રાત્રે 1:04 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ શિઝુઓકા પ્રીફેક્ચરના પશ્ચિમ ભાગમાં, લગભગ 40 કિલોમીટરની ઊંડાઈએ હતું.
જાપાનના ભૂકંપ તીવ્રતા માપદંડ મુજબ, આઈચી પ્રીફેક્ચરના ચીટામાં “અપર 5” (ઉપલા સ્તરની 5) તીવ્રતા નોંધાઈ હતી. આઈચી, નાગાનો અને ગિફુ પ્રીફેક્ચરોના કેટલાક વિસ્તારોમાં “લોઅર 5” (નિચલા સ્તરની 5) તીવ્રતા અનુભવાઈ હતી. આ દર્શાવે છે કે મધ્ય જાપાનના વિશાળ વિસ્તારમાં આંચકા અનુભવાયા હતા. મુખ્ય ભૂકંપ બાદ અનેક નાના આફ્ટરશોક્સ (પશ્ચાત આંચકા) આવ્યા હતા.
જાપાન સરકારે અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને રાહત કાર્યોનું સંકલન કરવા માટે એક કટોકટી સંપર્ક કાર્યાલયની સ્થાપના કરી છે. જાપાન હવામાન એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે આ ભૂકંપને કારણે સુનામીનું કોઈ જોખમ નથી. સત્તાવાળાઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને ઘાયલ થયેલા લોકોને તબીબી સારવાર પૂરી પાડવાના પ્રયાસો ચાલુ છે.
વધુ વાંચો: સોનીપતના કુંડલીમાં ભીષણ આગનો કહેર! ચાર માળની ફેક્ટરી આગની લપેટમાં, 7 કલાકથી ફાયર બ્રિગેડની જહેમત








