Homeગુજરાતીદેશ-વિદેશપીએમ મોદીએ ફરી એકવાર ભારતીય તિરંગાનું સન્માન વધાર્યું, વીડિયો વાયરલ

પીએમ મોદીએ ફરી એકવાર ભારતીય તિરંગાનું સન્માન વધાર્યું, વીડિયો વાયરલ

નવી દિલ્હી, 18 નવેમ્બર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતના તિરંગા પ્રત્યેનો આદર ફરી એકવાર સામે આવ્યો છે ફિલીપીંસની રાજધાની મનીલામાં ક્વાડ બેઠક દરમિયાન પીએમ મોદીએ ફોટો સેશન માટે ઉભા રહેવાની જગ્યા દર્શાવવા માટે ભારતીય તિરંગો મુક્યો હતો. આ તિરંગો ઉઠાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ખિસ્સામાં મુકી દીધો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભારતીય તિરંગા પ્રત્યેનો પ્રેમ-લગાવની લોકો પ્રશંસા કરી રહ્યાં છે. વીડિયોમાં પીએમ મોટી કારપેટ ઉપર રાખવામાં આવેલા નાના તિરંગાના કાર્ડને નીચે વળીને ઉઠાવતા અને તેને ખિસ્સામાં મુકતા જોવા મળે છે.

દરેક ભારતીયોને ગર્વ કરાવતો આ વીડિયો ક્વાટ કમિટનો છે. જ્યાં પીએમ મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બાનીજ અને જાપાનના પીએમ સાને તાકાઈચી સાથે ફોટો પડાવવા માટે પોતાની નિર્ધારિત જગ્યા ઉપર ઉભી રહ્યાં હતા. વીડિયો અનુસાર, પીએમ મોદી જ્યારે સ્ટેજ ઉપર આવ્યાં ત્યારે તેમને તિંરંગાવાળુ કાર્ડ જમીન ઉપરથી ઉઠાવ્યું હતું. તેમજ આ તિરંગાને પોતાને ખિસ્સામાં મુક્યો હતો. આ દરમિયાન તેઓ કહેતા નજરે પડ્યાં હતા કે, તેઓ રાષ્ટ્રીય ધ્વજ ને જમીન ઉપર છોડી ના શકે. આ પ્રથમવાર નથી જ્યારે પીએમ મોદીએ ભારતના તિરંગા પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યો હતો. આ પહેલા પણ પીએમ મોદીએ દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ સમિટમાં ભારતીય તિરંગા પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો.

પીએમ મોદીએ કવાડ બેઠકમાં કહ્યું હતું કે, ચારેય દેશના વિદેશ મંત્રી ગયા વર્ષે જાન્યુઆરીમાં પાંચ વખત મળી ચુક્યાં છે. જેમાં ભાગીદારીને લઈને તેમની પોલિટિકલ વિલ ઓર શેયર્ડ કમિટમેન્ટનું સબુત દર્શાવ્યું હતું. તેમણે કહ્યું કે, ભારત માટે ક્વાટ એક રચનાત્મક અને વિશ્વનીય ભાગીદારી છે. સમુદ્રી સુરક્ષાથી લઈને ભરોસાપાત્ર સપ્લાઈચેન, નવી ટેકનોલોજીથી લઈને આફતના સમયનો સામનો કરવા સુધી અમારો પ્રયાસ કર્યો છે કે, ક્વાડ વિશ્વાસપાત્ર સમાધાન આપે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, મીટિંગના સહયોગથી આગામી ફેઝ માટે મજબુત લક્ષ્ય નક્કી કરવામાં મદદ મળશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img