Homeગુજરાતીદેશ-વિદેશસ્વદેશી એન્ટી-ડ્રોન ટેકનોલોજીમાં મોટી સફળતા: પોખરણમાં JWALA MK-1 માઈક્રો-મિસાઈલ સિસ્ટમનું પરીક્ષણ

સ્વદેશી એન્ટી-ડ્રોન ટેકનોલોજીમાં મોટી સફળતા: પોખરણમાં JWALA MK-1 માઈક્રો-મિસાઈલ સિસ્ટમનું પરીક્ષણ

પોખરણ, 23 નવેમ્બર 2026: ભારતની સ્વદેશી એન્ટી-ડ્રોન ટેકનોલોજીને મોટી કામયાબી મળી છે. સ્વદેશી સંરક્ષણ કંપની IG Defence દ્વારા રાજસ્થાનના પોખરણ ખાતે ‘JWALA MK-1’ ઓટોનોમસ કાઉન્ટર ડ્રોન માઈક્રો-મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ભારતની પ્રથમ ઓટોનોમસ કાઉન્ટર-UAS માઈક્રો-મિસાઈલ સિસ્ટમ છે, જેની ઓપરેશનલ રેન્જ 5 કિલોમીટર સુધીની છે.

JWALA MK-1 ને દુશ્મનના ડ્રોનની ઓળખ કરવા, તેને ટ્રેક કરવા અને હવામાં જ ફૂંકી મારવા માટે વિકસાવવામાં આવી છે. તેની મુખ્ય વિશેષતા એ છે કે તે AI આધારિત GRID સિસ્ટમથી સજ્જ છે, જે ડ્રોનની ઓળખ, વર્ગીકરણ અને મિશન સંબંધિત નિર્ણયો લેવામાં મદદ કરે છે. આધુનિક યુદ્ધમાં સસ્તા અને ઝૂંડમાં હુમલો કરતા (ડ્રોન સ્વાર્મ) દુશ્મન ડ્રોનના વધતા જોખમ સામે લડવા માટે તેને એક અસરકારક અને સસ્તા ‘હાર્ડ-કિલ’ (સીધો નાશ કરનાર) ઉકેલ તરીકે તૈયાર કરવામાં આવી છે.

ઓછી કિંમતના ડ્રોનના વધતા ખતરા વચ્ચે આ સિસ્ટમ મોંઘી એર ડિફેન્સ મિસાઈલો પરની નિર્ભરતા ઘટાડવાની દિશામાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ સ્વદેશી પ્રણાલી ભારતની એન્ટી-ડ્રોન ક્ષમતાને વધુ મજબૂત બનાવવાની સાથે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવામાં પણ મદદરૂપ થશે.

  • 7 સેકન્ડથી ઓછા સમયમાં મિસાઈલ લોન્ચ

આ સિસ્ટમ 2 થી 5 કિલોમીટરના અંતર સુધી અને 50 મીટરથી 5,000 મીટરની ઊંચાઈ સુધી ઉડી રહેલા દુશ્મન ડ્રોનને ટ્રેક કરીને હવામાં જ નષ્ટ કરવા સક્ષમ છે. આ મિસાઈલની સૌથી મોટી ખાસિયત તેનું GRID (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત મિશન ઓટોનોમી અને બેટલ મેનેજમેન્ટ સિસ્ટમ) છે. તે સેન્સર પાસેથી મળતા ડેટાના આધારે જાતે જ દુશ્મન ડ્રોનની ઓળખ અને વર્ગીકરણ કરે છે તેમજ હુમલાનો નિર્ણય લે છે. લક્ષ્યની જાણ થયા બાદ મિસાઈલ લોન્ચ થવામાં તેને 7 સેકન્ડથી પણ ઓછો સમય લાગે છે.

વધુ સારા નિયંત્રણ અને ચોકસાઈ માટે આ સિસ્ટમમાં ડ્યુઅલ-પલ્સ સોલિડ રોકેટ મોટર, ફિન કંટ્રોલ, પ્રોક્સિમિટી ફ્યુઝ સાથે હાઈ-એક્સપ્લોસિવ (HE) વોરહેડ અને ટ્રક-માઉન્ટેડ મલ્ટી-કેનિસ્ટર લોન્ચરનો ઉપયોગ કરાયો છે. JWALA MK-1 માં ડ્રોનની ઓળખ, તેની કેટેગરી નક્કી કરવા અને તેને નિશાન બનાવવાની પ્રક્રિયાને એક ઈન્ટિગ્રેટેડ સિસ્ટમ હેઠળ જોડવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર, GRID અલગ-અલગ સેન્સર પાસેથી મળતા ડેટાને એકસાથે જોડે છે. ત્યારબાદ તે સંભવિત લક્ષ્યની ઓળખ, તેનું ક્લાસિફિકેશન, મિશન સંબંધિત નિર્ણયો અને એન્ગેજમેન્ટ મેનેજમેન્ટની પ્રક્રિયાને એક જ આર્કિટેક્ચરમાં સંકલિત કરે છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img