Homerevoinewsએક જ મહિલા, ત્રણ ઉમેદવારી ફોર્મ અને પછી... રાજસ્થાનમાં થઈ અસાધારણ ચૂંટણી

એક જ મહિલા, ત્રણ ઉમેદવારી ફોર્મ અને પછી… રાજસ્થાનમાં થઈ અસાધારણ ચૂંટણી

રિવોઈ ન્યૂઝ, 27 નવેમ્બર, 2026 – રાજસ્થાનમાં એક અસાધારણ ચૂંટણીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજ્યના ડીગ જિલ્લાની વ્રજનગર પંચાયત સમિતિમાં પ્રધાનપદની ચૂંટણી દરમિયાન જે કંઈ થયું એ ભારતીય લોકશાહીની વિચિત્ર અને અભૂતપૂર્વ ઘટના ગણી શકાય.

બન્યું એવું કે, બતી ગુર્જર નામના એક મહિલાએ ત્રણ અલગ અલગ ઓળખ દ્વારા ઉમેદવારી કરી અને પછી બાકીના બે ઉમેદવારીપત્ર પાછા ખેંચીને પોતે જ ત્રીજા ઉમેદવાર તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા.

કેવી રીતે બન્યું આવું?

મીડિયા અહેવાલ અનુસાર, સૌપ્રથમ બતીકુમારીએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. આ ફોર્મ ભરવા તેઓ કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય વાજીબ અલી સાથે ગયા હતા. કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરતી વખતે બતીકુમારીએ ઘૂંઘટ ઓઢી રાખ્યો હતો.

ત્યારપછી તેમણે અપક્ષ ઉમેદવારી તરીકે ફોર્મ ભર્યું. અને પછી સાદા કૂર્તા-પાયજામાનો ડ્રેસ પહેરીને ભાજપ તરફથી ઉમેદવારીપત્ર ભરવા પહોંચ્યા હતા.

ઉમેદવારીપત્ર ભરવાની તારીખ પછી ઉમેદવારી પાછી ખેંચવાની તારીખે તેઓ ચૂંટણી અધિકારી પાસે પહોંચ્યા હતા અને પોતે કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે ભરેલાં ફોર્મ પરત ખેંચી લીધા હતા.

આવું થતાં જ તેઓ પોતે ભાજપના ઉમેદવાર તરીકે પંચાયતના પ્રધાન તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા.

જોકે હવે જોવાનું એ છે કે, તેમની આ કલાકારીગીરી આગળ જતાં કેવું પરિણામ લાવે છે.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img