Homeગુજરાતીજીવનશૈલીઝારખંડમાં મોતનો કહેર! રામગઢ અકસ્માતમાં 13નાં મોત, રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ...

ઝારખંડમાં મોતનો કહેર! રામગઢ અકસ્માતમાં 13નાં મોત, રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ વ્યક્ત કર્યો શોક

નવી દિલ્હી, 29 નવેમ્બર 2026: ઝારખંડના રામગઢ જિલ્લામાં આજે એક માર્ગ અકસ્માતમાં તેર લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટના રાંચી-પટના હાઈવે પર પાંકી ગામ નજીક બની હતી, જ્યાં એક પૂરપાટ ઝડપે આવતી કાર અન્ય એક વાહન સાથે અથડાઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો બિહારના નાલંદા જિલ્લાના રહેવાસી હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, રાષ્ટ્રપતિએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના રામગઢ જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા પરના એક સંદેશમાં, મોદીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઈજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.

પ્રધાનમંત્રીએ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના નજીકના સંબંધીઓને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ’માંથી પ્રત્યેકને 2 લાખ રૂપિયાની સહાય (એક્સ-ગ્રેશિયા પેમેન્ટ) આપવાની અને ઈજાગ્રસ્તોને પ્રત્યેકને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

નોંધનીય છે કે આજે ઝારખંડના રામગઢ જિલ્લામાં પૂરપાટ ઝડપે જઈ રહેલી એક SUV અન્ય વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં તેર લોકોનાં મોત થયાં છે.

વધુ વાંચો: નશા સામે દેશ એકજૂથ! ‘મન કી બાત’માં PM મોદીએ નશામુક્તિ અભિયાનને લઈને કહી મોટી વાત

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img