1. Home
  2. ગુજરાતી
  3. હવે જૂના સોનાના દાગીના વેચવા પર લાગશે GST, આટલો GST ચૂકવવો પડશે

હવે જૂના સોનાના દાગીના વેચવા પર લાગશે GST, આટલો GST ચૂકવવો પડશે

0
Social Share

જો તમે પણ જૂનું સોનું અને સોનાના ઘરેણાં વેચવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર આપના માટે અગત્યના છે. કારણ કે હવે જૂના સોના અને ગોલ્ડ જ્વેલરીને વેચવા પર 3 ટકા જીએસટી ચૂકવવો પડશે. જીએસટીની થનારી કાઉન્સિલમાં આ અંગે નિર્ણય થઇ શકે છે. કેરળના નાણામંત્રી થોમર્સ ઇસાકે આ જાણકારી આપી હતી. આ નિર્ણય બાદ લોકોને જૂના સોનાના ઘરેણા વેચવા પર નફો પહેલા કરતા ઓછો મળશે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર હાલમાં રાજ્યોના નાણાં મંત્રીના એક સમૂહમાં જૂના સોના અને આભૂષણોના વેચાણ પર 3 ટકા જીએસટી લગાવવા પર લગભગ સહમતિ બની ગઇ છે.

આ મંત્રીઓના સમૂહમાં કેરળ, બિહાર, ગુજરાત, પંજાબ, કર્ણાટક તેમજ પશ્વિમ બંગાળના મંત્રીઓનો સમાવેશ થાય છે. આ મંત્રી સમૂહનું ગઠન સોના તથા બહુમૂલ્ય રત્નોના પરિવહન માટે ઇ વે બિલની સમીક્ષા માટે કરવામાં આવ્યો છે.

સોનાના વેચાણ પર 3 ટકા જીએસટી આરસીએમ દ્વારા લગાવવામાં આવશે. હવે સમિતિના અધિકારીઓ આ નિયમો પર વિચારણા હાથ ધરશે. આ નવો નિયમ લાગૂ કર્યા બાદ ઝવેરી જૂના આભૂષણ તમારી પાસેથી ખરીદે તો તે રિવર્સ મૂલ્ય રૂપે 3 ટકા જીએસટી તમારી પાસેથી વસૂલશે. ઉદાહરણ તરીકે તમે એક લાખ રૂપિયાના દાગીના વેચશો તો જીએસટી તરીકે તમારી પાસેથી 3 હજાર રૂપિયાની વસૂલાત કરવામાં આવશે.

હવે ટેક્સ ચોરીને રોકવા માટે સોના અને ચાંદીના દાગીનાઓની દુકાન ધરાવતા દુકાનદારોએ પ્રત્યેક ખરીદ અને વેચાણ માટે ઇ-ઇનવોઇસ બિલ બનાવવું પડશે. આ નિર્ણયથી ટેક્સ ચોરી અટકશે અને બ્લેક મનીનું દુષણ પણ નાથી શકાશે.

(સંકેત)

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code