1. Home
  2. ગુજરાતી
  3. લોકડાઉનમાં Duo અને Meet નો વપરાશ વધ્યો- ગૂગલ લોકપ્રિય બનેલી બન્ને એપને મર્જ કરવાની તૈયારીમાં
લોકડાઉનમાં Duo અને Meet નો વપરાશ વધ્યો- ગૂગલ લોકપ્રિય બનેલી બન્ને એપને મર્જ કરવાની તૈયારીમાં

લોકડાઉનમાં Duo અને Meet નો વપરાશ વધ્યો- ગૂગલ લોકપ્રિય બનેલી બન્ને એપને મર્જ કરવાની તૈયારીમાં

0
Social Share
  • Duo અને Meetમે ગૂગલ કરી શકે છે મર્જ
  • લોકડાઉન દરમિયાન બન્ને એપ ખુબ લોકપ્રિય બની
  • ગૂગલ મીટ 30 સપ્ટેમ્બર સુધી મફ્ત સેવા આપશે
  • ત્યાર બાદ તેને જીમેઈલ સાથે ઈન્ટીગ્રેટ કરવામાં આવશે
  • G Suite ના મુખ્યા હાવિયર સોલટેરો દ્વારા લેવામાં આવ્યો હતો આ નિર્ણય
  • આ માટે મે મહિનામાં કરવામાં આવ્યું હતું એલાન

સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે થોડા સમય પહેલા લોકડાઉન કરવાની ફરજ પડી હતી, આ સમયગાળઆ દરમિયાન મોટે ભાગે લોકો વર્ક ફ્રોમ હોમ કરતા હતા ત્યારે આવા સંજાગોમાં પોતાના કાર્યાલયથી જોડાઈ રહેવા તેમજ ઘરે રહીને પોતાના કામને અંજામ આપવા માટે વીડિયો એપ્લીકેશનનો મહત્તમ ઉપયોગ થતો હતો જેમાં એવી એપ્સીકેશન વધુ યૂઝ થતી હતી કે જે સેંકડો લોકોને એક સાથે વીડિયોમાં જોડી શકે.આ બે એપમાં Duo અને Meet ખુબ જ લોકપ્રિય સાબિત થી હતી.

ગૂગલની બે વીડિયો કોલિંગ એપ Duo અને Meet હવે આવનારા સમયમાં મર્જ થવાની વાતો એ જોર પકડ્યું છે, જો આવનારા સમયમાં આ બન્ને લોકોપ્રિય એપનું વિલિનિકરણ થાય તો તે નવાઈની વાત નહી હોય, વીડિયો કોલિંગના વધતા વ્યાપને લઈને લગભગ દરેક મોટી ટેક કંપનીઓ ચોક્કસ પણે હવે આ જગ્યાઓ પર આવી ચૂકી છે, ગૂગલ એ તાજેતરમાં જ ગૂગલ મીટને જીમેઈલ સાથે ઈન્ટીગ્રેટ કરી દીધી છે.

આ સાથે જ ગૂગલે પોતાના પ્રીમિયમ વીડિયો કોન્ફોરન્સ ગૂગલ મીટની સેવાને દરેક લોકો માટે મફ્ત કરી ધીદી છે, જો કે આ સેવા આવનારી 30 સપ્ટેમ્બર સુધી જ ફ્રી આપવામાં આવશે, ગૂગલ વીડિયો કોલિંગ પ્લેટફોર્મ Duo પણ છે જે સ્માર્ટ ફોન માટે છે.

મળતી માહિતી પ્રમાણે ગૂગલ હવે આ Duo એપ અને ગૂગલ મીટને મર્જ કરવાની તૈયારીમાં છે, કહેવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં ગૂગલ Duo ને Google Mee થઈ રિપ્લેસ કરી શકે છે. 9to5google ના એક એહવાલ મુજબ આ નિર્ણય G Suite ના મુખ્યા હાવિયર સોલટેરો દ્વારા લેવામાં આવ્યો હતો. તેમણે પોતાના કર્મીઓને આ બાબતે કહ્યું હતું કે, બે વીડિયો કોલ એપ હોવાનો કોઈ અર્થ નથી

રિપોર્ટ મુજબ આ બન્ને એપ્સનું કોમ્બિનેશન જ્યારે પ્રોસેસમાં હતું ત્યારે તેને Duet કોડ નામ આપવામાં આવ્યું હતું, કોરોનાવયરસ લોકડાઉન પછી વીડિયો કોલિંગનો વ્યાપ ખુબજ વધ્યો છે, જેમાં ઝૂમ સૌથી વધુ લોકપ્રિય બની છે,.

અત્યાર સુધી Google Meet G-Suitનો ભાગ હતો, અને તેને માત્રને માત્ર પ્રીમિયમ એન્ટરપ્રાઈઝ તેનો વપરાશ કરી શકતા હતા, હવે વધતા વ્યાપને જોતા ગૂગલ એ મે મહિનામાં એલાન કર્યું હતું કે, ગૂગલ મીટ દરેક લોકો માટે મફ્ત સેવા આપશે ત્યાર બાદ કંપની દ્રારા તેને જીમેઈલ સાથે ઈન્ટીગ્રેટ કરવામાં આવ્યું.

ઉલ્લેખનીય છે કે,આ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, ગૂગલ મીટ અને ડૂઓ વીડિયો કોલિંગ એપના વિલિનિકરણને લઈને કંપની કોઈ પણ પ્રકારની ઉતાવળ કરી રહી નથી, ઉપરાંત આ કંપનીનો લાંબા સમયગાળાનો પ્લાન કહી શકાય, આ બન્ને એપને મર્જ થતા કદાચ એક વર્ષ જેટલો પણ સમય લાગી શકે છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code