1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. છત્તીસગઢમાં નક્સલગ્રસ્ત વિસ્તારમાં સ્ટીલના પુલનું કરાશે નિર્માણ
છત્તીસગઢમાં નક્સલગ્રસ્ત વિસ્તારમાં સ્ટીલના પુલનું કરાશે નિર્માણ

છત્તીસગઢમાં નક્સલગ્રસ્ત વિસ્તારમાં સ્ટીલના પુલનું કરાશે નિર્માણ

0
Social Share

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ કાર્યોમાં વધારો થયો છે. ત્યારે છત્તીસગઠમાં છેવાડાના ગામોને એકબીજા સાથે જોડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. છત્તીસગઢમાં નક્સલગ્રસ્ત વિસ્તારમાં સ્ટીલનો પુલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

છત્તીસગઢના દેંતવાડા જિલ્લાના કલેકટરે જણાવ્યું હતું કે, અહીં ગામોને રસ્તા સાથે જોડવા માટે અત્યાર સુધી કોંક્રીટના પુલ હતા, હવે સ્ટીલના પુલ બનાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં દેંતવાડાના પાંચ નકલગ્રસ્ત ગામની પસંદગી કરવામાં આવી છે. જેના માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. આ વર્ષથી નવા પુલની કામગીરી શરૂ કરવામાં આવશે. ગામોમાં કનેક્ટિવીટી સૌથી વધારે જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને કામગીરી કરવામાં આવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કટેકલ્યાણથી દૂધિરાસ, કોરીરાસ, ગીદમથી હિડપાલ, કુઆકોંડા અને નુકલનારમાં સ્ટીલનો પુલનું નિર્માણ કરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code