Site icon Revoi.in

કચ્છ યુનિવર્સિટીમાં ભરત નાટ્યમનો 6 મહિનાનો કોર્ષ શરૂ કરાશે

Social Share

ભૂજઃ કચ્છ યુનિવર્સિટી દ્વારા ભરત નાટ્યમનો 6 મહિનાનો કોર્ષ શરૂ કરવામાં આવશે. કચ્છ યુનિવર્સિટી અને નુપુર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પરફોર્મિંગ આર્ટ્સ-ભરતનાટ્યમ સર્ટિફિકેટ કોર્ષનો આરંભ કરાશે. આ અનુસંધાને યુનિ.અને નુપુર ટ્રસ્ટ વચ્ચે 3 વર્ષના કરાર કરાયા છે.  આ અંગે કુલપતિ ડૉ. મોહનભાઇ પટેલે નુપુર ટ્રસ્ટના પ્રમુખ વૈશાલી સોલંકીને “પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ” નું બિરુદ આપ્યું હતું અને પરફોર્મિંગ આર્ટ્સ ડિપાર્ટમેન્ટમાં ડિપ્લોમા, એડવાન્સ ડિપ્લોમા અને સ્નાતક કોર્ષ ચલાવવા હિમાયત કરી હતી.

ભાવ, રાગ, તાલ અને નાટ્યમના અદભુત સંગમ સમાન ભરતનાટ્યમ કળા 3 હજાર વર્ષ જૂની સાંસ્કૃતિક ધરોહર છે. કચ્છના યુવાનો આ શાસ્ત્રીય નૃત્યનો જિલ્લામાં રહીને અભ્યાસ કરી શકે એવા આશય સાથે પ્રથમ વખત યુનિવર્સિટી અને નુપુર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પરફોર્મિંગ આર્ટ્સ-ભરતનાટ્યમ સર્ટિફિકેટ કોર્ષનો આરંભ થયો છે. આ અનુસંધાને યુનિ.અને નુપુર ટ્રસ્ટ વચ્ચે 3 વર્ષના કરાર કરાયા છે. કુલપતિ ડૉ. મોહનભાઇ પટેલે નુપુર ટ્રસ્ટના પ્રમુખ વૈશાલી સોલંકીને “પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ” નું બિરુદ આપ્યું હતું અને પરફોર્મિંગ આર્ટ્સ ડિપાર્ટમેન્ટમાં ડિપ્લોમા, એડવાન્સ ડિપ્લોમા અને સ્નાતક કોર્ષ ચલાવવા જણાવ્યુ હતું.

વોકેશનલ સ્ટડીઝના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડૉ. કાશ્મીરા મહેતાએ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. ખ્યાતનામ કલાકાર લાલભાઇ રાંભિયાએ પહેલને બિરદાવી હતી. યુનિ.ના બોર્ડ મેમ્બર ડો. મનોજ સોલંકીએ કહ્યું કે, આ કોર્ષના માધ્યમથી વારસાનું જતન થશે. અદાણી ફાઉન્ડેશનના હેડ પંક્તિ શાહે છેવાડાના ગામો સુધી શિક્ષણ પહોચે એ માટે પ્રતિબધ્ધતા દર્શાવી હતી. કુલપતિ ડૉ. મોહનભાઇ પટેલે જણાવ્યુ કે, યુનિવર્સિટીનું કામ માત્ર કાગળ પર ડિગ્રી નહીં પરંતુ એવું શિક્ષણ આપવાનું છે જે માનવ વિકાસનો પાયો બને અને આ પ્રકારના કોર્સ બીજા કોર્ષની સાથે કરવા શક્ય છે.કુલસચિવ ડૉ. અનિલ ગોરે મંચસ્થ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.સંચાલન ઉષ્માબેન શુક્લે કર્યું હતું.આ કોર્ષ 6 મહિના અને 20 ક્રેડિટ પોઈન્ટનો રહેશે જેમાં થીયરી અને પ્રેક્ટિકલને આવરી લેવાશે. શાસ્ત્રીય નૃત્ય ક્ષેત્રના અનેક દિગ્ગજ મહાગુરુના લેક્ચર ગોઠવવામાં આવશે.કોઈપણ ઉમરના 12 પાસ કરેલ વ્યક્તિ કોર્ષ કરી શકે છે વધુ 6 મહિના અભ્યાસ કરીને એક વર્ષના ડિપ્લોમાનું સર્ટિફિકેટ પણ મેળવી શકાશે.કોર્ષની વિશેષ વિગત માટે ડી બ્લોકમાં પરફોર્મિંગ આર્ટ્સ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવા જણાવાયું છે.

Exit mobile version