
સુરતના ગોદાડરા વિસ્તારમાં સિટીબસમાં આગ લાગી, સદનસિબે કોઈ જાનહાની નહીં
સુરતઃ શહેરમાં સીએનજીતી સંચાલિત સીટી બસમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. શહેરના ગોડાદરા વિસ્તારમાંથી પસાર થતી સીટી બસમાં શોર્ટ સર્કીટ થતા આગ લાગી હતી. આગ લાગતા જ મુસાફરોને બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. આગની આ ઘટનામાં બસ સંપૂર્ણ પણે બળીને ખાક થઇ જવા પામી હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
સુરતના ગોડાદરા વિસ્તારમાંથી પસાર થતી બ્લૂ કલરની સીટી બસ GJ05BX 3225માં આગ લાગી હતી. જેને લઈને અફરાતફરી મચી જવા પામી હતી. બસ ગોડાદરાથી ચોકબજાર જઈ રહી હતી. તે વેળાએ શોર્ટ સર્કીટ થતા બસમાં આગ લાગી હતી. બસમાં આગ લાગતા જ મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા હતા. જો કે પળભરમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની આ ઘટનામાં બસ સંપૂર્ણ પણે બળીને ખાક થઇ ગઈ હતી. તો બીજી તરફ આ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવી લીધો હતો. પરંતુ ત્યાં સુધીમાં બસ બળીને ખાક થઇ ગઈ હતી.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે, સવારે સીટી બસમાં આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આગમાં બસ બળીને ખાખ થઇ ગયી હતી. બસના એન્જિનમાં શોર્ટ સર્કીટ થયા બાદ આગ લાગ્યાનું અનુમાન છે. તેમજ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી. બીજી તરફ બનાવની જાણ થતા ત્યાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.