રાષ્ટ્રપતિની જાતિ લઈને ઉશ્કેરણીજનક નિવેદન આપવા બાબતે આપ નેતા કેજરીવાલ અને કોંગ્રેસ ખડગે સામે ફરિયાદ દાખલ
- આપ નેતા કેજરિવાલ અને કોંગ્રેસ નેતા ખરગે વિરુદ્ધ ફરીયાદ દાખલ
- રાષ્ટ્રપતિની જાતિ મામલે વિવાદિત નિવેદનનો મામલો
દિલ્હીઃ- અનેક રાજકિય પક્ષોમાં તાજેતરમાં જાણે વિવાદિત નિવાદન આપવાની ઘટનાઓ વધતી જતી જોવા મળી રહી છએ ત્યારે વધુ એક વિવાદિત નિવેદનને કારણે દિલ્હી આમ આદમી પાર્ટીના નેતા કેજરિવાલ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામે પણ ફરિયાદ નોંધાઈ છે. હવે આ બન્ને નેતાઓ વિવાદમાં ફસાયા છે.
આજરોજ શનિવારે આ બંને નેતાઓ અને અન્ય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમના પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની જાતિનો ઉલ્લેખ કરીને ઉશ્કેરણીજનક નિવેદન આપવાનો આરોપ લાગ્યો છે.કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે રામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં તત્કાલિન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ આમંત્રણ આપવામાં આવ્યું ન હતું અને ન તો તેમને નવી સંસદના શિલાન્યાસ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.આ બાબત હવે તેમને ભારી પડી રહી છે.
આ દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં એમ કહેવામાં આવ્યું છે કે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહની જ્આરે વાત કરવામાં આવી હતી તે વથકે તેમણે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. હવે આ મામલે IPCની કલમ 121, 153A, 505 અને 34 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ ન આપવા બદલ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા. ખડગેએ કહ્યું હતું કે એવું લાગે છે કે મોદી સરકાર માત્ર ચૂંટણીલક્ષી કારણોસર દલિત અને આદિવાસી સમુદાયમાંથી રાષ્ટ્રપતિ બનાવે છે. ખડગેએ કહ્યું કે જ્યારે શિલાન્યાસ કરવામાં આવ્યો ત્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું ત્યારે આ નિવેદન આપીને તેઓ જાતિ વિવાદીત મામલે ફસાયા છે.
તો બીજી તરફ જો આપના નેતા કેજરિવાલની વાત કરવામાં આવે ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપવા પર મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે દલિત સમુદાય પૂછે છે કે શું તેમને અશુભ માનવામાં આવે છે, તેથી જ તેમને આમંત્રણ આપવામાં આવ્યું નથી. કેજરીવાલે મોદી સરકાર પર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું અપમાન કરવાનો આરોપ પણ લગાવ્યો છે હવે આ વિવાદીત મામલે તેઓ પણ મુશ્કેલીમાં ફસાયા છે.