1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બોટાદ રેલવે સ્ટેશન પર ઊભેલી મેમુ ટ્રેનમાં આગ લાગતા ત્રણ ડબ્બા બળીને ખાક
બોટાદ રેલવે સ્ટેશન પર ઊભેલી મેમુ ટ્રેનમાં આગ લાગતા ત્રણ ડબ્બા બળીને ખાક

બોટાદ રેલવે સ્ટેશન પર ઊભેલી મેમુ ટ્રેનમાં આગ લાગતા ત્રણ ડબ્બા બળીને ખાક

0
Social Share

બોટાદઃ બોટાદના રેલવે સ્ટેશન પર ઊભેલી બોટાદ-ઘ્રાંગધ્રા મેમુ ટ્રેનમાં એકાએક આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી, આગની જાણ થતાં જ ફાયર ફાયટરો દોડા આવ્યા હતા. જોતજોતામાં ટ્રેનના ત્રણ ડબ્બા બળીને ખાક થઈ ગયા હતા,

બોટાદના રેલવે સ્ટેશને ટ્રેન પર ઊભેલી મેમુ ટ્રેનમાં આગ લાગી હતી. ડેમુ ટ્રેનમાં આગ લાગતા દોડધામ મચી હતી. પ્લેટફોર્મ નંબર 7 ઉપર બંધ હાલતમાં હતી ત્યારે આગ લાગી જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. રેલવે વિભાગના અધિકારીઓને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરના 30 જવાનો સહિત 3 ફાયરની ગાડી દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ આ ડેમુ ટ્રેન બોટાદથી સુરેન્દ્રનગર સાંજે 6 વાગે ઊપડે છે. ટ્રેન બોટાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 ઉપર પાર્ક કરેલી હાલતમાં હતી ત્યારે એકાએક વિકરાળ આગ લાગી હતી. જોકે આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. ફાયર ટીમને જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

બોટાદ-ધ્રાંગધ્રા ટ્રેનમાં આગ લાગતા લોકોમાં દોડધામ મચી હતી. કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. ફાયર ટીમ દ્વારા આગ ઓલવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આશરે 3 ડબ્બામાં આગ લાગી હતી. સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી.ફાયર ફાઈટરના 30 જવાનો સહિત 3 ફાયરની ગાડી દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. રેલવેના અધિકારીઓને તપાસ હાથ ધરી છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code