થરાદ, 16 એપ્રિલ 2026: A gap in the Ganeshpura canal વાવ-થરાદ જિલ્લાના ગણેશપુરા ગામની સીમમાં માઈનોર-1 કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતા ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. આ અંગે સ્થાનિક ખેડૂતોએ નર્મદા વિભાગની કચેરીને જાણ કરી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, લાંબા સમયથી કેનાલની યોગ્ય સાફ-સફાઈના અભાવે પાણીનું દબાણ વધતા પરિણામે કેનાલ તૂટી તૂટી ગઈ છે.
વાવ-થરાદ જિલ્લાના ગણેશપુરા ગામની સીમમાં માઈનોર-1 કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતા ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે ખેડૂતોની જમીનમાં વાવેલા બાજરી અને એરંડાના પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સ્થાનિક ખેડૂતોએ આ ઘટના માટે નર્મદા વિભાગના તંત્ર પર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે. ખેડૂતોના મતે, કેનાલના સેડાના ભાગે નાળા યોગ્ય રીતે બનાવવામાં આવ્યા ન હતા અને ગરનાળાને યોગ્ય રીતે ફિટ કરવામાં ન આવતાં કેનાલ તૂટી હતી.
સ્થાનિક ખેડૂતોના કહેવા મુજબ લાંબા સમયથી કેનાલની યોગ્ય સાફ-સફાઈના અભાવે પાણીનું દબાણ વધ્યું હતું, જેના પરિણામે કેનાલ તૂટી પડી હતી. આ બેદરકારીને કારણે તેમને મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. આ મામલે, વાઘજીભાઈ, ગોવાભાઈ રબારી અને જેતસિંહ રાજપૂત જેવા સ્થાનિક ખેડૂતોએ તંત્ર સમક્ષ તાત્કાલિક કેનાલનું સમારકામ કરવા અને પાક નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવા માટે માંગ કરી છે.

