Site icon Revoi.in

ભારત-શ્રીલંકા આંતરરાષ્ટ્રીય દરિયા સીમા રેખા નજીકથી નશીલા દ્રવ્યોનો જથ્થો ઝડપાયો

Social Share

બેંગ્લોરઃ ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ ભારત-શ્રીલંકા આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL) નજીક ડ્રગ વિરોધી કાર્યવાહી દરમિયાન 302 કિલો તેંદુના પાન જપ્ત કર્યા હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં ભારતીય કોસ્ટગાર્ડે આ અંગેની તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરી છે.

ભારતીય કોસ્ટ ગાર્ડે સોશિયલ મીડિયામાં ફોટોગ્રાફ શેર કરીને લખ્યું છે કે, ગુપ્ત માહિતી પર તાત્કાલિક કાર્યવાહી કરતા, મંડપમ સ્ટેશને ભારત-શ્રીલંકા IMBL નજીક ડ્રગ વિરોધી કાર્યવાહી હાથ ધરી હતી, ચોથા ટાપુ નજીક એક ICG ACV એ લગભગ 302 કિલો તેંદુના પાન જપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે મંડપમ સ્ટેશન તમિલનાડુના રામનાથપુરમમાં આવેલું છે. જપ્ત કરાયેલા ડ્રગ્સને કાયદેસરની કાર્યવાહી માટે કસ્ટમ વિભાગને સોંપવામાં આવ્યા હતા.

Exit mobile version