
ગાંધીનગરઃ રાજ્યમાં અલંગ ખાતે જુના વાહનોને સ્ક્રપ્ટ કરવામાં આવશે. જેમાં પ્રથમ સરકારને વર્ષો જુના વહનોને સ્ક્રપ્ટ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા વાહનો માટે જાહેર કરેલી નવી સ્ક્રેપ્ટ પોલીસીનો પ્રથમ લાભ ગુજરાત સરકારને મળશે. સ્ક્રેપ્ટ પોલિસી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં પડી રહેલા કન્ડમ (ભંગાર) વાહનોની યાદી જિલ્લા કક્ષાએ થી મંગાવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના તમામ જિલ્લામાં વણવપરાયેલા સરકારી ભંગાર વાહનોની યાદી મળ્યા બાદ કેટલા નવા વાહનો ખરીદવાના થાય છે તેનો નીતિ વિષયક નિર્ણય સરકાર ટૂંક સમયમાં જ કરશે.
ભારત સરકારના વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં જ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેથી જુના વાહનો માટે નવી સ્ક્રેપ્ત પોલિસીની જાહેરાત કરી હતી. જોકે આ નીતિ જાહેર કરવાથી તેનો સીધો લાભ ગુજરાત સરકારને થશે અને તેની આવકમાં વધારો થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી ગઇ છે તો બીજી તરફ પ્રત્યેક જિલ્લાના કન્ડમ સરકારી વાહનોની વિગતો પણ મંગાવવામાં આવી રહી છે. જોકે હાલ કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને કારણે નવા વાહનોની ખરીદી ઉપર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે . પરંતુ સરકારના આ નિર્ણયથી જે વાહન ના કિલોમીટર પૂરા થઈ ગયા છે અને કન્ડમ વાહનમાં સરકારના સેવારત અધિકારીઓ અને કર્મચારીઓ મુસાફરી કરી રહ્યા છે. તેમના માટે નવું વાહન મેળવવા માટે રાહત ઊભી થશે. ઉલ્લેખનીય છે કે ભારત સરકારના વાહન વ્યવહાર અને પરિવહન મંત્રી નિતિન ગડકરી દ્વારા જે નવી સ્ક્રેપ્ટ પોલીસની જાહેરાત કરવામાં આવી હતી તેમાં ગુજરાત સરકારને નવા વાહનોની ખરીદી સમયે ટેક્સ મુક્તિ પણ મળશે એટલું જ નહીં જુના ભંગારમાં ગયેલા વાહનોની પણ આવક સરકારને થશે આમ બંને રીતે આ પોલીસીના કારણે ગુજરાત સરકારને આર્થિક રીતે મજબૂત બનાવશે તેમ મનાઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલની સ્થિતિએ માત્ર ગાંધીનગર માં રાજ્ય સરકાર ના અલગ અલગ વિભાગના ભંગાર હાલતમાં પડી રહેલા સરકારી 39 વીવીઆઇપી વાહનોનો સમાવેશ થાય છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલ (કેશુ બાપા) રાજ્યના મુખ્યમંત્રી પદે હતા ત્યારે જે કાર વાપરતા હતા તે કારની પણ હરાજી કરવામાં આવશે સરકાર હસ્તકના જુના વાહનોની સમયસર હરાજી નહીં કરાતા મોટાભાગની ગાડીઓ ભંગાર ના ભાવે સરકાર ને જ વેચવી પડે છે.