સ્પેનના વિલાફ્રાન્કા ડેલ એબ્રોમાં એક નિવૃત્તિ ઘર જાર્ડિનેસ ડી વિલાફ્રાંકા ખાતે શુક્રવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. આગ સ્થાનિક સમય મુજબ સવારે પાંચ વાગ્યે લાગી હતી. આગ બુઝાવવામાં ફાયર ફાઈટરોને ઓછામાં ઓછા બે કલાક લાગ્યા હતા.
સ્થાનિક સરકારના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, અધિકારીઓ એ વાતની પુષ્ટિ કરી શક્યા ન હતા કે તમામ જાનહાનિ નિવૃત્તિ ગૃહના હતા કે કેમ. તમને જણાવી દઈએ કે રિટાયરમેન્ટ હોમમાં 82 વૃદ્ધ લોકો રહે છે. આ અકસ્માતમાં એક વ્યક્તિની હાલત ગંભીર છે જ્યારે બીજાની સારવાર ચાલી રહી છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ સાથે ફાયર ટેન્ડર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.