Site icon Revoi.in

વડોદરામાં પૂરઝડપે સગીર કારચાલકે 4 વાહનો સહિત લોકોને અડફેટે લીધા

Social Share

વડોદરા, 10 માર્ચ, 2026:A minor driver hit 4 vehicles, શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતના બનાવમાં સગીર કારચાલકે પૂરઝડપે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ચાર વાહનોને અડફેટે લીધા હતા. અને બાળકી સહિત 5 લોકોને ઈજાઓ થઈ હતી. આ અકસ્માત બાદ લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. અને કારચાલક સગીરને મારમારીને પોલીસના હવાલે કરાયો હતો.

અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરમાં ઘરેથી આઈસ્ક્રીમ ખાવા નીકળેલા ધો.12માં અભ્યાસ કરતા 16 વર્ષના સગીરે પૂરઝડપે કાર ચલાવીને 3થી 4 વાહનોને અડફેટે લીધા હતા. 15 મહિનાના બાળક સાથે બાઈક પર જઈ રહેલાં માતા-પિતા, લગ્ન પ્રસંગથી ઘરે જતા માતા-પુત્રની એક્ટિવા સહિત 3થી 4 વાહનોને અડફેટે લીધા હતા. કાર અમિતનગર બ્રિજ નીચે ટેમ્પો સાથે અથડાઈને અટકી ગઈ હતી. આ ઘટનામાં બાળક સહિત 5 લોકોને ઈજાઓ પહોંચી હતી. જેથી વિફરેલા ટોળાએ 16 વર્ષીય સગીરને મેથીપાક ચખાડીને તેની કારમાં તોડફોડ કરી હતી. તે દરમિયાન પોલીસ સ્થળે પહોંચી સગીરને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરના અમિત નગર બ્રિજ પાસે મોડી રાત્રે અકસ્માતની આ ઘટના બની હતી. જેમાં પિતાની કાર લઈને બહાર નીકળેલા પુત્રએ ત્રણથી ચાર વાહનોને અડફેટે લીધા હતા. જેમાં 15 મહિનાના બાળક સહિત 5 લોકોને ઈજાઓ પહોંચી હતી. સગીરે અકસ્માત સર્જતા અમિત નગર બ્રિજ પાસે ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. અને લોકોમાં કારચાલક સામે ભારે રોષ જોવા મળ્યો હતો. જેને પગલે લોકોએ 16 વર્ષના સગીરને માર માર્યો હતો આ સાથે જ કારમાં પણ તોડફોડ કરી હતી. ઘટના સમયે હરણી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ બાઈક લઈ સ્થળ પરથી પસાર થતા હતા. આ દરમિયાન અકસ્માત જોઈ તે સ્થળ પર પહોંચ્યા હતા. જોકે વિફરેલા ટોળાએ તેને પણ ધક્કે ચડાવીને બાઈકની તોડફોડ કરી હતી. ઘટના બાદ પોલીસ અકસ્માત સર્જનારા સગીરને હરણી પોલીસ મથકે લઈ ગયા હતા. પોલીસની પૂછપરછમાં યુવકના પિતા મુંબઈ ગયા હોવાથી તે કાર લઈને મોટનાથ મહાદેવ રોડ પર આવેલા ઘરેથી આઈસ્ક્રીમ ખાવા નિકળ્યો હતો. પોલીસે તેના પરિવારજનોની પણ પુછપરછ હાથ ધરી છે. સગીર પોતાની માતાને પૂછ્યા વગર ગાડી લઈને ઘરેથી નીકળી ગયો હતો

સગીરને જ્યારે પોલીસ સ્ટેશન લઈ જવાયો ત્યારે તે બે કાન પકડીને માફી માંગતો જોવા મળ્યો હતો. આ સમયે એક વ્યક્તિએ કહ્યું હતું કે, એક જ લાફો મારીશ. સગીર આ સમયે ત્યાં હાજર લોકોને કરગરતો જોવા મળ્યો હતો. જોકે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

Exit mobile version