
દેશમાં કોરોનાના જોખમને જોતા 10-11 એપ્રિલના રોજ રાષ્ટ્રવ્યાપી મોકડ્રિલનું કરાયું આયોજન
- દેશમાં કોરોનાનું વર્તાતું જોખમ
- કોરોનાને પહોંચી વળવાની તૈયારીઓ શરુ
- 10-11 એપ્રિલના રોજ રાષ્ટ્રવ્યાપી મોકડ્રિલનું કરાયું આયોજન
દિલ્હીઃ- દેશભરમાં ફરી એક વખત કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છે ત્યારે કેન્દ્રની સરકાર પાણી એવ તે પહેલા જ પાર બાંધી રહી છે,કોરોનાને લઈને કેન્દ્ર સતર્ક બન્યું છે.જેને લઈને હવે સરકાર હોસ્પિટલોની સજ્જતાનો સ્ટોક લેવા માટે 10 અને 11 એપ્રિલના રોજ દેશવ્યાપી મોક ડ્રિલનું આયોજન કરી રહી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર કેન્દ્રની સરકારે આ અંગે એડવાઈઝરી જાહેર કરી છે. કહેવામાં આવ્યું છે કે તમામ જિલ્લાના જાહેર અને ખાનગી ક્ષેત્રના આરોગ્ય એકમો આ મોકડ્રીલમાં ભાગ લેશે જેને લઈને પુરતા સ્ટોક વિશે માહિતી મેળવી શાકય આ સાથે જ એડવાઈઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મોક ડ્રીલની ચોક્કસ વિગતો 27 માર્ચે યોજાનારી વર્ચ્યુઅલ મીટિંગમાં રાજ્યોને જણાવાશે.
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ અને આઈસીએમઆર મહાનિર્દેશક ડૉ. રાજીવ બહેલ દ્વારા જારી કરાયેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં ફેબ્રુઆરીના મધ્યભાગથી કોરોનાના કેસોમાં ધીમે ધીમે પરંતુ સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં, દેશમાં મોટાભાગના કોરોના કેસ કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત , કર્ણાટક અને તમિલનાડુમાં નોંધાઈ રહ્યા છે.
આ સાથે જ કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં કેટલાક રાજ્યોમાં COVID-19 માટે પરીક્ષણમાં ઘટાડો થયો છે. ઉપરાંત જાણવા મળ્યું છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નિર્ધારિત ધોરણોની તુલનામાં પરીક્ષણ સ્તરો હાલમાં અપૂરતા છે. જેને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય રાજ્યોને કોરોના પરીક્ષણને પ્રોત્સાહન નિર્દેશ આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ 1 હજારને પાર નોંધાઈ રહ્યા છે ગઈ કાલે આ આકંડો 1500ને પાર પહોચ્યો હતો જેના પરથી અંદાજો લગાવી શકાય કે હવે ફરી એક વખત કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે જેને લઈને કેન્દ્રની સરકાર પણ સતર્કતા વાપરી રહી છે,આ સાથે જ કોરોનાનું સંક્રમણ વધુ છે તેવા રાજ્યોને અગાઉ પત્ર લખીને સાવચેત કરવામાં આવ્યા હતા અને પીએમ મોદીએ આ મામલે ઉચ્ચ સ્તરિય બેઠક યોજીને સમિક્ષા પણ કરી હતી. ત્યારે હવે દેશવ્યાપી નોકડ્રિલનું પણ આયોજન કરવામાં આવ્યું છે.