Site icon Revoi.in

પૈસાના વરસાદની લાલચ આપીને વિધિના બહાને લાખોની ઠગાઈ આચનાર ઝડપાયો

Social Share

હિંમતનગરઃ સાબરકાંઠામાં પૈસાના વરસાદની લાલચ આપીને વિધિના નામે લોકો પાસેથી પૈસા પડાવનાર રાવોલ ગામના સરપંચ અલ્પેશ ઠાકોરની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીએ અનેક લોકો સાથે છેતરપીંડી આચરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાવોલ ગામના સરપંચે એક વ્યક્તિને 11 લાખ રૂપિયાની સામે 2 કરોડ રૂપિયા આપવાની લાલચ આપીને વિધિ કરવા કર્યું હતું. તેમજ કહ્યું હતું કે, વિધિ બાદ સ્મશાનમાં પૈસાનો વરસાદ થશે. અલ્પેશ ઠાકોરની વાતમાં આવી ગયેલી વ્યક્તિએ તેમને પૈસા આપ્યા હતા. જે બાદ વિધિ કરવા માટે ઠાકોર તેમને સ્મશાન લઈ ગયો હતો. જો કે, પોતાની સાથે છેતરપીંડી થયાનું લાગતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી હતી. તેમજ સરપંચ અલ્પેશ ઠાકોરની ધરપકડ કરી હતી. રાવોલ ગામના સરપંચ અલ્પેશ ઠાકોર બે વર્ષથી કેટલાય લોકો સાથે આ રીતે છેતરપિંડી કરતો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની કવાયત તેજ શરૂ કરી છે. તેમજ આરોપીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

ગુજરાતમાં અંધશ્રદ્ધાને દૂર કરવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ અંધશ્રદ્ધા ફેલાવનારાઓ સામે તંત્ર દ્વારા કાયદાનો ગળિયો કસવામાં આવ્યો છે તેમજ તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.