1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યના અસંગઠિત ક્ષેત્રે કામ કરતા શ્રમયોગીઓની નોંધણી માટે ત્રિદિવસીય ખાસ ઝૂંબેશ,
રાજ્યના અસંગઠિત ક્ષેત્રે કામ કરતા શ્રમયોગીઓની નોંધણી માટે ત્રિદિવસીય ખાસ ઝૂંબેશ,

રાજ્યના અસંગઠિત ક્ષેત્રે કામ કરતા શ્રમયોગીઓની નોંધણી માટે ત્રિદિવસીય ખાસ ઝૂંબેશ,

0
Social Share

ગાંધીનગરઃ ભારત સરકારની સૂચના મુજબ અસંગઠિત ક્ષેત્રે કામ કરતા શ્રમયોગીઓની નોંધણી માટે ગુજરાત રાજ્યના તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ત્રિદિવસીય વ્યાપક ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે તેમ નાયબ શ્રમ આયુક્તએ જણાવ્યું હતું.

તેમના જણાવ્યા મુજબ બાંધકામ શ્રમયોગીઓ, અન્ય રાજયોના સ્થળાંતરિત શ્રમયોગીઓ, ખેતશ્રમયોગીઓ, ફેરિયાઓ, લારી ગલ્લા ધારકો સ્વરોજગાર ધરાવતા શ્રમયોગીઓ, માછીમારો, ડેરી અને પશુપાલન ઉદ્યોગમાં કામ કરતા શ્રમયોગીઓ રીક્ષા ચાલકો ટ્રક ડ્રાઇવર્સ ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કામ કરતા ટેક્ષી ડ્રાઇવર્સ, ઘરે- ઘરે ડીલીવરી કરતા શ્રમયોગીઓ રાજ્ય સરકારની જુદી- જુદી યોજનાઓ હેઠળ કામ કરતા શ્રમયોગીઓ જેવા કે આશા વર્કર્સ, આંગણવાડી વર્કર્સ, “ મનરેગા” હેઠળ કામ કરતા શ્રમયોગીઓ તથા મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા શ્રમયોગીઓ તમામની નોંધણી ભારત સરકારના ઈ-શ્રમ પોર્ટલ ઉપર વિનામૂલ્યે કરવામાં આવશે.

આ નોંધણી માટે 60 વર્ષની વય- મર્યાદા સુધીમાં આવતા શ્રમયોગીના આધારકાર્ડ આધાર સાથે લીંક મોબાઇલ નંબર અને બેન્ક એકાઉન્ટની વિગતો, સાથે નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC), ઈ-ગ્રામ કેન્દ્ર ઈ-શ્રમ પોર્ટલ ઉપર ઓનલાઇન સેલ્ફ રજીસ્ટ્રેશન અથવા મોબાઇલ એપ ઉમંગના માધ્યમથી નોંધણી કરવાની રહેશે. તા. 29 થી 31 ઓગષ્ટ સુધી ખાસ નોંધણી ઝુંબેશ બાદ પણ નોંધણી પ્રક્રિયા ચાલુ રહેશે. આ માટે જરૂરી માર્ગદર્શન મેળવવા રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર 14434 અને ગુજરાત રાજયનો ટોલ ફ્રી નંબર 155372, ઉપર સંપર્ક સાધવાનો રહેશે. વધુમાં, આ અંગે વધુ જાણકારી માટે શ્રમ ખાતાની જે – તે જિલ્લાની/નજીકની કચેરીનો પણ સંપર્ક કરવા જણાવાયુ છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code